મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Navsariમાં વરસતા વરસાદમાં હાલાકી, સ્કૂલ રિક્ષા બંધ પડતાં વિદ્યાર્થીઓએ મારવા પડ્યા ધક્કા

દક્ષિણ ગુજરાતમાં આજે અનરાધાર વરસાદ પડી રહ્યો છે. શ્રાવણના સરવડાં અને ઝાપટાંની જગ્યાએ સાંબેલાધાર વરસાદ પડી પ

દક્ષિણ ગુજરાતમાં આજે અનરાધાર વરસાદ પડી રહ્યો છે. શ્રાવણના સરવડાં અને ઝાપટાંની જગ્યાએ સાંબેલાધાર વરસાદ પડી પડ્યો છે. ભારે વરસાદમાં નવસારીમાં સ્કૂલ રિક્ષા બંધ પડી ગઈ હતી. સ્કૂલ રિક્ષા બંધ થતા રિક્ષામાં સવાર નાના બાળકોએ ધક્કો મારવા નીચે ઉતરવું પડ્યું હતું. રિક્ષાને ધક્કો મારતા વિદ્યાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભારે વરસાદમાં રિક્ષા ચાલક દ્વારા વિદ્યાર્થીઓ પાસે ધક્કો મરાવવો કેટલો યોગ્ય છે તેવા સવાલો ઉઠી રહ્યાં છે. વિદ્યાર્થીઓનો ધક્કો મારતો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો