બનાસકાંઠામાંથી રિવોલ્વર અને આઠ કારતૂસ સાથે એક શખ્સની અટકાયત
બનાસકાંઠામાંથી દેસી બનાવટની પિસ્તોલ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકા પ

બનાસકાંઠામાંથી દેસી બનાવટની પિસ્તોલ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકા પાસે ચેકપોસ્ટ પરથી રિવોલ્વર અને આઠ કારતૂસ સાથે બસમાં મુસાફરી કરી રહેલા એક શખ્સની પોલીસે અટકાયત કરી છે. મળતી માહિતી પ્રમાણે ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરી રહેલ એક ઈસમ પાસેથી દેસી બનાવટની પિસ્તોલ અને કારતૂસ ઝડપી પાડવામાં આવી છે.
આ પણ વાંચો : તસ્કરોનો આતંક યથાવત: અમરેલીમાં બંધ ક્વાર્ટરમાંથી લાખોની ચોરી, સુરેન્દ્રનગરમાં બંધ ઘરોમાં ચોરોનો હાથફેરો
પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ અને કારતુસ સાથે ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા શખ્સની અટકાયત કરી તપાસને આગળ ધપાવી છે. અટકાયત કરેલ શખ્સની પુછપરછ કરતાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલી પિસ્તોલ મઘ્યપ્રદેશથી અંજારના ગુલંભાઈ નામના ઇસમને આપવાની હતી. પોલિસે આ સમગ્ર મામલે ત્રણ ઇસમો સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




