તસ્કરોનો આતંક યથાવત: અમરેલીમાં બંધ ક્વાર્ટરમાંથી લાખોની ચોરી, સુરેન્દ્રનગરમાં બંધ ઘરોમાં ચોરોનો હાથફેરો
છેલ્લા કેટલાક સમયથી ચોર તસ્કરોની ટોળકીએ રાજ્યભરમાં લગભગ તમામ વિસ્તારોમાં ચોરીને અંજામ આપી સામા

છેલ્લા કેટલાક સમયથી ચોર તસ્કરોની ટોળકીએ રાજ્યભરમાં લગભગ તમામ વિસ્તારોમાં ચોરીને અંજામ આપી સામાન્ય માણસની ઉંઘ હરામ કરી છે એવામાં અમરેલીમાં બંદરગાહના બંધ ક્વાર્ટરમાં ચોરી થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અમરેલી - પીપાવાવ પોર્ટની કોલોનીમાં બંધ ક્વાર્ટરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મોટી ચોરીને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો : ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ અરપોર્ટ પરથી ધરપકડ, બે મહિનાથી હતો ફરાર
અમરેલી જિલ્લામાં પીપાવાવ પોર્ટની ખાનગી કંપનીમાં નોકરી કરતા ભરત કુમાર પ્રવીણચંદ્ર પંડ્યાના બંધ ક્વાર્ટરમાં તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ઘરમાં ઘુસીને તિજોરી તોડી સોના ચાંદીના દાગીના સહીત રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. જેમાં કુલ રૂ.5,50,000ની પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે. પીપાવાવ મરીન પોલીસ તેમજ LCB સહીત એજન્સીઓ ચોરીનો ભેદ ઉકેલવા માટે કામે લાગી છે. જેમાં અલગ અલગ સીસીટીવી ફુટેજની ચકાસણીથી તપાસ શરુ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં પણ બંધ મકાનોને તસ્કરોએ બનાવ્યા નિશાન
સુરેન્દ્રનગરના સાયલામાં વધુ એક વખત તસ્કરોએ આતંક મચાવ્યો છે. સાયલામાં અલગ અલગ ત્રણ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રફુચક્કર થઈ ગયા છે. આ તસ્કરોએ બંધ મકાનમાં 2 લાખ રોકડની ચોરીને અંજામ આપ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા શહેરના પાનવાડી વિસ્તાર અને ગોરડીયા હનુમાન વિસ્તારના બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે.
લગ્નમાં ગયેલો પરિવારના મકાનમાં કપાસની આવકના આવેલા 2 લાખથી વધુ રૂપિયા તસ્કરો લઈને ફરાર થઈ ગયા છે. ચોરીનો બનાવ બનતા સ્થાનિક લોકોએ મકાન માલિકને જાણ કરી હતી. તસ્કરોએ તાળા તોડી તિજોરીનો માલ સામાન વેરવિખેર કર્યો હતો. જો કે, ચોરીને મામલે તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસ ફરિયાદ બાદ મકાનમાં થયેલ ચોરીની સાચી વિગતો બહાર આવવાની સંભાવના જોવા મળી રહી છે.






