રાજકોટ: ઘી અને પનીરના નામે વેચાય છે ઝેર, આરોગ્ય વિભાગ આરોપીઓને લઈ જશે કોર્ટમાં
રાજકોટની ડેરીમાંથી લીધેલા ઘીના નમુના ફેઇલ થવાને મામલે તેમજ પનીરનો શંકાસ્પદ જથ્થો પકડાવાને મામલે આરોગ્ય વ

રાજકોટની ડેરીમાંથી લીધેલા ઘીના નમુના ફેઇલ થવાને મામલે તેમજ પનીરનો શંકાસ્પદ જથ્થો પકડાવાને મામલે આરોગ્ય વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર હાર્દિક મેતા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ત્રણ મહીના પહેલા ડેરીમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં ગાયનું ઘી સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ તેના નમુના ફેઈલ જતાં તેમના વિરુદ્ધ કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તેમને કોર્ટમાં લઈ જઈ દંડ અને સજા પણ અપાવવમાં આવશે.
આ પણ વાંચો : વિંછીયા પોલીસ પર પથ્થરમારામાં 84ની અટકાયત મામલે યુવકનો પત્ર વાયરલ, જાણો શું છે મામલો
ઘટનાને અનુરુપ, બે દિવસ પહેલા SOG બ્રાન્ચ દ્વારા રેડ કરીને પનીરનો 800 કિલો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. એનાલોગ પનીરના આ જથ્થાનું સેમ્પલ વડોદરાની લેબમાં મોકલવામાં આવ્યું છે. હુબહુ પનીર જેવા જ દેખાતા આ પનીરના જથ્થામાં વેજીટેબલ ફેટ મળી આવ્યા હતા. જેમાં એસિટીક એસિડનો ઉપયોગ દૂધ ફાડીને પનીર બનાવવામાં થતો હતો. આ ખાવથી આંતરડાને લગતી બીમારીઓ થઈ શકે છે.




