વિંછીયા પોલીસ પર પથ્થરમારામાં 84ની અટકાયત મામલે યુવકનો પત્ર વાયરલ, જાણો શું છે મામલો
રાજકોટના વિંછીયામાંથી પોલીસ પર પથ્થર મારાનો મામલો એક નવો વળાંક સામે આવ્યો છે. જેમાં પોલીસ પર પથ

રાજકોટના વિંછીયામાંથી પોલીસ પર પથ્થર મારાનો મામલો એક નવો વળાંક સામે આવ્યો છે. જેમાં પોલીસ પર પથ્થર મારાને મામલે 84 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ ફરિયાદ નોંધી મોટી સંખ્યામાં અટકાયત કરેલ શખ્સોમાં કેટલાક નિર્દોષ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. જેને લઈને ભાવનગર કોળી સમાજના આગેવાનો દ્વારા પરસોતમ સોલંકીને મળવા બાબતેનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : રાજકોટમાં એક મહંતના બીજા મહંત પર ગંભીર આક્ષેપ, જાણો શું છે મામલો
રાજકોટ જિલ્લાના જસદણ - વિંછીયા પંથકમાં પોલીસ પર થયેલા પથ્થરમારાને મામલે વિંછીયા પોલીસે આ બનાવમાં 84 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસે નિર્દોષ વ્યક્તિઓની અટકાયત કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જેને લઈને કોળી સમાજના સરપંચો અને યુવાનોને ભેગા થવા માટે પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ અટકાયત કરાયેલા અમુક લોકોના લગ્ન છે અને લગ્નની ખરીદી પણ કરી લીધી છે.
કોળી સમાજના સ્થાનિક આગેવાન કુંવરજી બાવળીયાને મળવાને બદલે ભાવનગર કોળી સમાજના આગેવાનને મળવાનું કેમ પસંદ કર્યું તે પણ એક સવાલ છે. વિંછીયા બગીચા ખાતે કોળી સમાજના લોકો ભેગા થવાનો ઉલ્લેખ પત્રમાં હોવાને કારણે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થયાં બાદ પણ હજુ કોઈ આગેવાન ભેગા થયાં નથી.






