મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PMJAY કૌભાંડ અપડેટ: ઊંડી તપાસ હેતુ ક્રાઈમ બ્રાન્ચની વધુ રિમાન્ડ માટે માંગ, આરોપી પક્ષે થયો લુલો બચાવ

PMJAY યોજના અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડેલ આરોપ

PMJAY કૌભાંડ અપડેટ: ઊંડી તપાસ હેતુ ક્રાઈમ બ્રાન્ચની વધુ રિમાન્ડ માટે માંગ, આરોપી પક્ષે થયો લુલો બચાવ

PMJAY યોજના અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડેલ આરોપીઓને અમદાવાદ મેટ્રો કોટમાં રજૂ કરવામાં આવ્યા. તેમજ વધુ તપાસ માટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી. કોર્ટે ક્રાઈમ બ્રાન્ચને પ્રશ્ન કર્યો કે આ અરજી સિવાયના કોઈ મુદ્દા રિમાન્ડ માટે છે? ક્રાઈમ બ્રાન્ચે કહ્યું હજુ તપાસ ચાલી રહી છે અને તે અર્થે વધુ રિમાન્ડની જરૂરી છે.

તેને પગલે બચાવ પક્ષના સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપી રીઢા ગુનેગાર નથી પરંતુ છેલ્લા 2 વર્ષથી આ કામગીરી કરતા આવ્યા છે. આરોપીઓ પાસેથી એકઠો કરેલો ડેટા તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચને આપી દેવામાં આવ્યો છે. પરંતુ હાલ તે ડેટામાં કોઈ નુકસાન કરવામાં આવ્યું છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : PMJAY ડિલિવરી સ્કેમ: ડૉક્ટરોએ વધુ પૈસાની લાલચમાં 6151 સિઝેરિયન પ્રસુતી કરાવી હોવાનો આરોપ

ઉલ્લેખનીય છે કે, ઉપયોગકર્તાનું આયુષ્માન કાર્ડ બનાવવા માટે ઘણા પુરવા મેચ થવા જોઈએ પરંતુ તે મેચ ન થતા હોવા છતાં કાર્ડ નીકળવામાં આવ્યા છે. સરકાર દ્વારા પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને ત્યાંથી પોર્ટલમાં લીક થયું હોવાની આશંકા છે. તેમજ આ સમગ્ર ઘટનામાં પ્રાઇવેટ કંપનીનો કોઈ વ્યક્તિ સંકળયોલો છે કે નહિ તેની તપાસ પણ ચાલી રહી છે.

ત્યારે બચાવ પક્ષે દલીલ કરી હતી કે ક્યા પોર્ટલ પરથી કામગીરી કરવામાં આવતી તે જાણવું ખૂબ જરૂર હતું અને તે આરોપી દ્વારા જણાવી દેવામાં આવ્યું છે. તેમજ આરોપીઓ 8 તારીખથી ક્રાઈમ બ્રાન્ચ સાથે જ છે અને તપાસમાં પૂરતો સહયોગ આપી રહ્યા છે.

આ સમાચાર શેર કરો