ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પીએમ મોદીનો ગુજરાતમાં પ્રંચડ પ્રચાર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. લોકસભાની 25 બેઠકોની

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. લોકસભાની 25 બેઠકોની ચૂંટણીના પ્રચાર માટે તેઓ બે દિવસમાં 6 વિજય વિશ્વાસ માટેની જાહેરસભાઓ કરશે. રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનના પગલે મોદીની સભાઓના સ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ક્ષત્રિય આંદોલનના પગલે મોદીની સભાઓના સ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. આ પહેલાં વડાપ્રધાન 70 વિધાનસભા વિસ્તારો અને 14 લોકસભા મતવિસ્તારને આવરી લેતો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. પહેલી મેના રોજ બપોરે 2.30 કલાકે તેઓ ઉત્તર ગુજરાતમાં ડીસા અને ત્યારબાદ સાંજે 4.15 કલાકે હિંમતનગરમાં જાહેર સભાઓને સંબોધન કરશે.25માંથી 16 લોકસભા બેઠકો પર ભાજપના ઉમેદવાર માટે ઝંઝાવાતી પ્રચાર કરશે
પીએમ મોદીની જનસભા
1લી મે
ડીસા
લોકસભા વિસ્તાર: બનાસકાંઠા અને પાટણ
હિંમતનગર
લોકસભા વિસ્તાર: સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ પૂર્વ
2જી મે
આણંદ
લોકસભા વિસ્તાર: આણંદ, ખેડા
વઢવાણ
લોકસભા વિસ્તાર: સુરેન્દ્રનગર, રાજકોટ,ભાવનગર
જૂનાગઢ
લોકસભા વિસ્તાર: જૂનાગઢ, પોરબંદર, અમરેલી
જામનગર
લોકસભા વિસ્તાર: જામનગર, પોરબંદર
ચૂંટણીની આચાર સંહિતા હોવાથી તેમનું રાત્રી રોકાણ રાજભવનના સ્થાને ગાંધીનગર સરકીટ હાઉસમાં રાખવામાં આવ્યું છે. આ રોકાણ દરમ્યાન તેઓ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરીને માર્ગદર્શન આપશે અને ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરશે તેવું માનવામાં આવે છે.
મોદીના બે દિવસના કાર્યક્રમમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર મતવિસ્તારને અસર કરતી સભા સુરેન્દ્રનગરમાં યોજાશે. જામનગરમાં તેમની છેલ્લી સભા છે જે પૂરી કરીને દિલ્હી રવાના થશે..








