અમદાવાદ: પીએમ મોદી 15મીએ આવશે ગુજરાત, જાણો સમગ્ર શિડ્યુલ
લોકસભા ચૂંટણી બાદ પીએમ મોદી પહેલીવાર 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. PM મોદીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, વડા

લોકસભા ચૂંટણી બાદ પીએમ મોદી પહેલીવાર 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. PM મોદીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, વડાપ્રધાન 15મી સપ્ટેમ્બરે સાડા ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉતર્યા પછી તેઓ વડસર જશે, જ્યાં તેઓ નવા ઓપરેશન કોમ્પલેક્ષની મુલાકાત લેશે.
સંપૂર્ણ કાર્યક્રમ
16મીએ સવારે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં રહેશે હાજર
ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમીટ શરૂ થશે
16 સપ્ટેમ્બરે 12:00 વાગ્યે રાજભવન પરત આવશે
1.30 વાગ્યે ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાતે
સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં ટ્રાવેલિંગ કરશે.
3.30 કલાકે GMDCમાં કાર્યક્રમમાં હાજરી આપશે.
16 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે રાજભવન પરત આવશે.
PM 16 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે રાજભવન જશે
17 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે ભુવનેશ્વર જવા રવાના થશે
15મી સપ્ટેમ્બરે રાજભવનમાં રાત્રી-રોકાણ કરશે
15મી સપ્ટેમ્બરે રાજભવનમાં રાત્રી-રોકાણ કરશે.આ સાથે જ રાજભવનમાં અલગ અલગ બેઠકોનું આયોજન કરશે. 16મીએ મહાત્મા મંદિમાં ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટમાં હાજરી આપશે.
ગાંધીનગર સેક્ટર-1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે
16મી તારીખે ગાંધીનગર મેટ્રોને લીલી ઝંડી આપશે. પીએમ મોદી ગાંધીનગર સેક્ટર-1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી પણ કરશે. GMDC કાર્યક્રમમાં પણ હાજરી આપશે.17મી સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે ભુવનેશ્વર જવા રવાના થશે.








