મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર / રૂપાલા વિવાદનો ઉકેલ હવે પીએમ મોદીના હાથમાં? વડાપ્રધાન રાજકોટમાં સંબોધશે જનસભા

Lok Sabha Election 2024 : પરશોત્તમ રૂપાલા વિવાદને લઈને આખા ગુજરાત વિરોધ થઇ રહ્યો છે, ત્યારે હવે

મોટા સમાચાર / રૂપાલા વિવાદનો ઉકેલ હવે પીએમ મોદીના હાથમાં? વડાપ્રધાન રાજકોટમાં સંબોધશે જનસભા

Lok Sabha Election 2024 : પરશોત્તમ રૂપાલા વિવાદને લઈને આખા ગુજરાત વિરોધ થઇ રહ્યો છે, ત્યારે હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રૂપાલા વિવાદનો ઉકેલ હવે પીએમ મોદી જ લાવશે. ગુજરાતમાં ભાજપના પ્રચાર અભિયાન દરમિયાન પીએમ મોદી રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમ જનસભાને સંબોધશે. 

વડાપ્રધાન મોદી 22 એપ્રિલે રાજકોટમાં સંબોધશે જનસભા

વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદી 20 એપ્રિલ બાદ લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરશે. સૂત્રો અનુસાર પીએમ મોદી રાજકોટથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. 22 એપ્રિલે પીએમ મોદી રાજકોટમાં જનસભા સંબોધશે. રાજકોટ બેઠકના વિવાદને ધ્યાનમાં રાખીને પીએમ મોદીના પ્રચારની શરૂઆત સૌરાષ્ટ્રના રાજકોટથી કરવામાં આવશે. 

પીએમ મોદી લાવશે રૂપાલા વિવાદનો ઉકેલ 

ઉલ્લેખનીય છે કે પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદિત ટિપ્પણી અંગે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વિરોધ થઇ રહ્યો છે. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે. આ માટે ક્ષત્રિય સમાજે બેઠકો, સંમેલનો, રેલીઓ અને વિરોધ પ્રદર્શન પણ શરૂ કર્યા છે. તો સાથે જ ક્ષત્રિય સમાજની બહેનોએ વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશ પણ શરૂ કરી છે. 

બીજી બાજું હવે રૂપાલા વિવાદમાં વિવિધ રાજપરિવારો પણ સામેલ થયા છે અને રૂપાલાને હટાવવા માંગ કરી છે.

આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને રાજકોટથી વડાપ્રધાન મોદી પ્રચારની શરૂઆત કરશે અને પીએમ મોદી રૂપાલા વિવાદનો ઉકેલ  લાવશે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. 

આ સમાચાર શેર કરો