મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતની મુલાકાતે PM મોદી: 1,220 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, સ્મારક સિક્કા અને સ્ટેમ્પનું લોકાર્પણ થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ એકતા નગગર

ગુજરાતની મુલાકાતે PM મોદી: 1,220 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, સ્મારક સિક્કા અને સ્ટેમ્પનું લોકાર્પણ થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ એકતા નગગરમાં છે. જ્યાં મોદીએ એકતા નગર અને રાજપીપળામાં 1,220 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાને એકતા નગરમાં સ્મારક સિક્કા અને સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું હતું.

આ પહેલા 25 નવી ઈ-બસોનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાન મોદી વડોદરાથી બાય રોડ મારફતે કેવડિયા પહોંચ્યા. જ્યાં તેમણે પહેલા એકતા નગરમાં ઈ-બસોને લીલી ઝંડી બતાવી. વડાપ્રધાનના હસ્તે રૂ.30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 25 નવી ઈ-બસોનું લોકાર્પણ કરાયું હતુ. આ સાથે એકતા નગરમાં હવે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે. 

આ સમાચાર શેર કરો