મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PM મોદીએ હીરા સોલંકીના અમરેલીમાં ભરપેટ કર્યા વખાણ, દિલ્હીનું આમંત્રણ આપતા રાજકીય અટકળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલીના લાઠી તાલુકાના દૂધાળા ગામે નવનિર્મિત ભારત

PM મોદીએ હીરા સોલંકીના અમરેલીમાં ભરપેટ કર્યા વખાણ, દિલ્હીનું આમંત્રણ આપતા રાજકીય અટકળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલીના લાઠી તાલુકાના દૂધાળા ગામે નવનિર્મિત ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું. PM મોદીએ 4800 કરોડનાં વિકાસ કાર્યોની ભેટ આપી વિશાળ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,ભાજપ પ્રદેશ પ્રમુખ- કેન્દ્રિય મંત્રી સીઆર પાટિલ, રાજ્યના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના વખાણ કર્યા હતા.

PM મોદીએ કર્યા હીરા સોલંકીના વખાણ

વડાપ્રધાન મોદી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ગામે નવનિર્મિત ભારત માતા સરોવરના લોકાર્પણ માટે આવ્યા હતા. આ દરમિયાન હીરા સોલંકીના વખાણ કર્યા હતા. PM મોદીએ કહ્યું, "કપાસ, મગફળી, તલ, બાજરો, જાફરાબાદનો બાજરો તો હું દિલ્હીમાં વખાણ કરતો હોઉં છું અમારા હિરાભાઇ મને મોકલતા હોય છે."

સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેજ પર હીરા સોલંકીને મળીને કહ્યું કે, દિલ્હી ક્યારે આવો છો? મહત્ત્વપૂર્ણ છે કે હીરા સોલંકી રાજ્ય સરકારના મંત્રી પરષોત્તમ સોલંકીના નાના ભાઇ છે. હીરા સોલંકી અમરેલી જિલ્લાની 5 વિધાનસભા પૈકી રાજુલા વિધાનસભાના ધારાસભ્ય અને કોળી સમાજના દિગ્ગજ નેતા છે. હીરા સોલંકીને દિલ્હી આવવા માટેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપતા અનેક રાજકીય અટકળો શરૂ થઇ છે.

આ સમાચાર શેર કરો