મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PM મોદીએ ગાંધીનગરને આપી મેટ્રોની ભેટ: ફેઝ-2નું લોકાર્પણ કરી મહાત્મા મંદિરથી બતાવી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ ઐતિહાસિક

PM મોદીએ ગાંધીનગરને આપી મેટ્રોની ભેટ: ફેઝ-2નું લોકાર્પણ કરી મહાત્મા મંદિરથી બતાવી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ ઐતિહાસિક અને વિકાસલક્ષી ગતિવિધિઓથી ભરપૂર રહ્યો છે. સોમનાથમાં શ્રદ્ધા અને રાજકોટમાં બિઝનેસ સમિટ બાદ વડાપ્રધાને ગુજરાતના પાટનગર ગાંધીનગરને અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2ની ભેટ આપી છે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતેથી લીલીઝંડી બતાવીને વડાપ્રધાને આ નવી સેવાનું વિધિવત લોકાર્પણ કર્યું હતું.

સોમનાથથી ગાંધીનગર સુધીનો કાર્યક્રમ
વડાપ્રધાને દિવસની શરૂઆત સોમનાથ મહાદેવના ચરણોમાં પૂજા-અર્ચના કરીને કરી હતી. ત્યારબાદ ત્યાં યોજાયેલી ભવ્ય 'શૌર્યયાત્રા' અને જનસભામાં સંબોધન કર્યા બાદ તેઓ સીધા રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટમાં પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરીને તેઓ સાંજના સમયે ગાંધીનગર આવ્યા હતા.

મેટ્રો ફેઝ-2ની ખાસિયતો
ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના આ રૂટ સાથે હવે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે.

શુભારંભ સ્થળ: મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન.

રૂટ: સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો વિસ્તૃત ફેઝ.

ફાયદો: સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ગાંધીનગર આવતા પ્રવાસીઓને હવે ટ્રાફિકમુક્ત આધુનિક પરિવહનનો લાભ મળશે.

વડાપ્રધાને મેટ્રો સ્ટેશનની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને લીલીઝંડી બતાવી ટ્રેનને રવાના કરી હતી. આ લોકાર્પણ બાદ પીએમ મોદી રાજભવન જવા રવાના થયા હતા, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.

આ સમાચાર શેર કરો