Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Silver rate: 11,000 jump in 10 days: Silver becomes 'super investment', know this year's latest target

Silver rate: 10 દિવસમાં જ 11,000નો ઉછાળો: ચાંદી બની 'સુપર ઈન્વેસ્ટમેન્ટ', જાણો આ વર્ષના લેટેસ્ટ ટાર્ગેટ

Timeછેલ્લું અપડેટ : 11 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Silver rate: 10 દિવસમાં જ 11,000નો ઉછાળો: ચાંદી બની 'સુપર ઈન્વેસ્ટમેન્ટ', જાણો આ વર્ષના લેટેસ્ટ ટાર્ગેટ
સોર્સ : GSTV

 Silver rate: ગયા વર્ષે ચાંદીએ તેના રોકાણકારોને 164 જેટલું અધધ વળતર આપ્યું હતું.ગયા વર્ષની માફક આ વર્ષે પણ ચાંદીના ભાવમાં તેજીનો સિલસિલો જારી છે. જોકે, આ વર્ષના શરૂઆતના દિવસોમાં ચાંદીના ભાવમાં ખાસ્સી વધ-ઘટ જોવા મળી છે.

App Store

ગત શુક્રવાર, 9 જાન્યુઆરીના રોજ દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીનો ભાવ રૂપિયા 6500 વધીને રૂપિયા 2,50,000 પ્રતિ કિલોગ્રામ થયો હતો. અગાઉ, બુધવાર 7 જાન્યુઆરીના રોજ દિલ્હીના બજારમાં ચાંદી રૂપિયા 5000ની તેજી સાથે રૂપિયા 2,56,000 પ્રતિ કિલોના નવા ઐતિહાસિક ઉચ્ચ સ્તરે બંધ રહી હતી. ગયા વર્ષની 31 ડિસેમ્બરની સરખામણીએ ચાંદીના ભાવમાં અત્યાર સુધીમાં રૂપિયા 11,000 એટલે કે 4.60 ટકાનો વધારો નોંધાયો છે.

31 ડિસેમ્બરના રોજ ચાંદી 2,39,000 પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હીના ઝવેરી બજાર (બુલિયન માર્કેટ)માં ચાંદીના ભાવમાં રૂપિયા બે હજારનો ઘટાડો નોંધાયો હતો અને તે રૂપિયા 2,39,000 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. ત્યારબાદ, 1 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં ભાવ વધુ રૂપિયા 1600 તૂટીને રૂપિયા 2,37,400 પ્રતિ કિલો પર પહોંચી ગયા હતા.

માર્કેટ નિષ્ણાતોનો મત
બજાર નિષ્ણાતો માને છે કે, ભૂ-રાજનીતિક તણાવ અને અમેરિકીના આંકડાઓ વચ્ચે એક સલામત રોકાણ તરીકે ચાંદીની માંગ યથાવત્ રહેવાની છે. આ ઉપરાંત સોલર પેનલ, ઈવી અને અન્ય ઉદ્યોગોમાં ભારે માંગ રહેવાની છે. આના ભાવમાં આગળ પણ તેજી યથાવત્ રહેવાની છે. સ્ટ્રક્ચરલ સપ્લાયરની અછત અને ચાંદી ઈટીએફમાં સતત તેજીથી વધી રહેલા રોકાણ પણ ચાંદીની કિંમતોને ભાર આપશે.

આ વર્ષે ચાંદીનો ભાવ ક્યા પહોંચશે?
મળતી માહિતી અનુસાર, આ વર્ષે ચાંદીના ભાવમાં ગત વર્ષની જેમ સડસડાટ તેજી જોવા નહિ મળે. જો કે, આ વર્ષે ચાંદીનો ભાવ ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શરકે છે. એટલે કે, ચાંદીની કિંમત પોતાના વર્તમાન સ્તર કરતાં આશરે 50 હજાર રૂપિયા (20 ટકા) સુધી પહોંતી શકે છે.