અમદાવાદ- ગાંધીનગર વચ્ચે શરૂ થઇ મેટ્રો, PM મોદીએ ટ્રેનમાં બાળકો સાથે કર્યો સંવાદ
અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર

અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ફેઝ 2નું ઉદ્ધાટન કર્યું છે. પીએમ મોદીએ મેટ્રોમાં મુસાફરી કરી હતી, બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો. ગુજરાત અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે.
મેટ્રો 33.5 કિ.મીનું અંતર 65 મિનિટમાં પૂરું કરશે, મેટ્રો રેલવેનો બીજો તબક્કાનું મહત્તમ ભાડું 35 રૂપિયા છે. ફેઝ-1માં ઇસ્ટ વેસ્ટ કોરિડોર,નોર્થ સાઉથ કોરિડોર મળી 40 કિમી રૂટ પર મેટ્રો ટ્રેન દોડી રહી છે, ફેઝ-2માં મોટેરાથી સેક્ટર-1 સુધીના 20 કિલોમીટરના રૂટ પર મેટ્રો દોડશે.
મોટેરાથી સેક્ટર-1 જવા છેલ્લી ટ્રેન સાંજે 6 વાગે ઉપડશે
સેક્ટર-1થી સવારે 7:20થી આ ટ્રેનનો પ્રારંભ, સવારે 7:36ના જીએનએલયુ, સવારે 7:55ના મોટેરા પહોંચશે. સેક્ટર-1થી છેલ્લી ટ્રેન સાંજે 6:40ના. મોટેરાથી સવારે 8 વાગે પહેલી ટ્રેન, સવારે 8:17ના જીએનએલયુ, સવારે 8:35ના સેક્ટર-1. મોટેરાથી છેલ્લી ટ્રેન સાંજે 6 વાગે ઉપડશે.
મેટ્રોને અત્યાર સુધી રૂ. 64 કરોડની આવક
મેટ્રો રેલમાં બીજી ઓક્ટોબર 2022થી ઓગસ્ટ 2024 સુધી કુલ 5:28 કરોડ મુસાફરો નોંધાયા અને તેનાથી કુલ રૂપિયા 64.76 કરોડની આવક થયેલી છે. આમ, પ્રતિ દિવસે મેટ્રોને સરેરાશ રૂપિયા 9.26 લાખ જેટલી આવક થાય છે.






