PM નરેન્દ્ર મોદીએ Ahmedabad Plane Crash પર શોક વ્યક્ત કર્યો, ઝડપી અને અસરકારક સહાયની આપી ખાતરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં બનેલી દુ:ખદ ઘટના પર ઊંડો શોક અને આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે જણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં બનેલી દુ:ખદ ઘટના પર ઊંડો શોક અને આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટનાએ રાષ્ટ્રને સ્તબ્ધ અને દુઃખી કર્યું છે અને તેને શબ્દોમાં કહી શકાય નહીં તેવું હૃદયદ્રાવક ગણાવ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે તેઓ અસરગ્રસ્તોને ઝડપી અને અસરકારક સહાય સુનિશ્ચિત કરવા માટે મંત્રીઓ અને સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
એક્સપર એક પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું- "અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ મને સ્તબ્ધ અને દુઃખી કર્યો છે. તે શબ્દોમાં કહી શકાય નહીં તેવું હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં, મારી સંવેદના તેનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંપર્કમાં છું."






