'મારો કચ્છ સાથે જૂનો સંબંધ, આ રણ નહીં પણ ગુજરાતનું તોરણ છે' ભૂજમાં વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂજમાં 53 હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ગુજરાતને ભેટ આપી હતી. Op

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂજમાં 53 હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ગુજરાતને ભેટ આપી હતી. Operation Sindur બાદ પ્રથમ વખત ગુજરાત આવેલા વડાપ્રધાન મોદીને આવકારવા કચ્છમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
કચ્છ સાથે મારો જૂનો સંબંધ-PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં જનસભાને સંબોધતા કહ્યું કે, "મારો અને કચ્છનો સંબંધ ઘણો જૂનો છે.તમારો પ્રેમ જીતવા માટે હું ક્ચ્છ આવતા ખુદને રોકી શકતો નથી. હું જ્યારે રાજકારણમાં નહતો ત્યારે પણ કચ્છની ધરતી પર સતત આવવું મારી કાર્યરચના હતી. અહીં ખુણે ખુણામાં જવાની તક મળી. કચ્છના લોકો, કચ્છના લોકોનો આત્મવિશ્વાસ અભાવો વચ્ચે પણ, આત્મવિશ્વાસથી ભરેલા લોકો હંમેશા હંમેશા મારા જીવનને દિશા આપતા રહ્યાં છે. જે જૂની પેઢીના લોકો છે તે જાણે છે વર્તમાન પેઢીને તો ખબર જ નહીં હોય, આજે અહીંનું જીવન ઘણુ આસાન બની ગયું છે પણ ત્યારે સ્થિતિ અલગ હતી.મુખ્યમંત્રીના રૂપમાં અહીં પ્રથમ વખત નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું તે દિવસ કચ્છ માટે દિવાળી બની ગયુ હતું અને આવી દિવાળી કચ્છે પહેલા ક્યારેય જોઇ નહીં હોય. પાણી માટે સદીઓથી તરસતા કચ્છ મા નર્મદાએ કૃપા કરી અને મારૂ સૌભાગ્ય છે સુકી ધરતી પર પાણી પહોંચાડવાના કાર્યમાં મને નિમિત બનવાની તક આપી. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે લોકો ગણતા હતા કે મુખ્યમંત્રી કેટલી વખત કચ્છ આવ્યા હિસાબ લગાવતા હતા. કેટલાક લોકો તો કહેતા હતા કે મોદીજીએ સદી ફટકારી છે. અનેક ગામમાં જવું મારા કાર્યકર્તાઓના ઘરે જવું, લોકોને મળવા, મારા કાર્યલયમાં જઇને બેસવું, મારા સ્વાભાવિક ગતિવિધિનો ભાગ હતો. મેં જોયું છે કે કચ્છમાં પાણી નહતું પણ કચ્છના ખેડૂતો પાણીદાર હતા, તેમનો જુસ્સો હંમેશા જોવા લાયક હતો. વર્ષો સુધી જે પણ મે કચ્છમાં અનુભવ કર્યો અને હું તેમાં વિકાસની સંભાવના જોતો હતો. જે ભૂમિ પર હજારો વર્ષ પહેલા ધોલાવીરા હોય તે ભૂમિમાં જરૂર કોઇ તાકાત હોવી જોઇએ આપણે તેની પુજા કરવી જોઇએ. કચ્છે બતાવી દીધુ કે આશા અને પરિશ્રમથી સ્થિતિને પલટી શકાય છે. આપત્તિને અવસરમાં બદલી શકાય છે. જ્યારે અહીં ભૂકંપ આવ્યો ત્યારે દુનિયાને લાગતું હતું કે બધુ ખતમ થઇ ગયું, હવે કઇ ના થઇ શકે. કચ્છ મૌતની ચાદર ઓઢીને ઉંઘ્યુ હતું ભૂકંપમાં પણ મે ક્યારેય પોતાનો વિશ્વાસ ગુમાવ્યો નહતો."
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આજે અહીં વિકાસ સાથે જોડાયેલા 50 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. આખા ગુજરાતમાં એક સમય હતો 50 હજાર કરોડની યોજના સાંભળવા મળતી નથી. આજે એક જિલ્લામાં 50 હજાર કરોડનું કામ થઇ રહ્યું છે.
કચ્છ હરિત ઉર્જાનું દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બનશે- PM મોદી
આપણુ કચ્છ હરિત ઉર્જાનું દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે.ગ્રીન હાઇડ્રોજન એક નવા પ્રકારનું ઇંધણ છે, આવનારા સમયમાં કાર-બસ-સ્ટ્રીટ લાઇટ ગ્રીન હાઇડ્રોજનથી ચાલશે.કંડલા દેશના ત્રણ ગ્રીન હાઇડ્રોજન હબમાંથી એક છે. આજે પણ અહીં ગ્રીન હાઇડ્રોજન કારખાનાનો શિલાન્યાસ થયો છે. આ કારખાનામાં જે ટેકનોલોજી લાગેલી છે તે પણ મેડ ઇન ઇન્ડિયા છે. આપણુ કચ્છ ભારતની સૌર ક્રાંતિના કેન્દ્રમાં છે. દુનિયાના સૌથી મોટા સોલર પાવર પ્રોજેક્ટમાંથી એક અહીં મારા કચ્છમાં બની રહ્યો છે. એક જમાનો હતો આપણે કચ્છનું વર્ણન કરીએ એટલે લોકો કહેતા કે આ તો રણ છે અહીં શું થાય એ વખતો હું કહેતો હતો આ રણ નહીં આ તો મારા ગુજરાતનું તોરણ છે.'








