મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડૉ.વૈશાલી જોષી આપઘાત કેસમાં PI ખાચરની અટકાયત, હાઇકોર્ટે રદ્દ કર્યા આગોતરા જામીન

અમદાવાદના ચકચારી ડૉ.વૈશાલી જોષી આપઘાત કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ક્ર

ડૉ.વૈશાલી જોષી આપઘાત કેસમાં PI ખાચરની અટકાયત, હાઇકોર્ટે રદ્દ કર્યા આગોતરા જામીન

અમદાવાદના ચકચારી ડૉ.વૈશાલી જોષી આપઘાત કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ક્રાઇમ બ્રાંચના PI બી.કે.ખાચરના આગોતરા જામીન રદ્દ કર્યા છે, આથી PI ખાચરની અટકાયત કરવામાં આવી છે. હવે આગળની કાર્યવાહી માટે PI ખાચરને 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

PI બી.કે. ખાચરે હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરી હતી, જેના પર હાઇકોર્ટમાં 24 જૂને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે  PI બી.કે. ખાચરને તપાસ એજન્સી સમક્ષ હાજર થવા અને તપાસમાં સહકાર આપવા હુકમ કર્યો હતો. 

ફરાર PI બી.કે. ખાચર 15 જૂને પોલીસ સમક્ષ હાજર થયા હતા

ડો.વૈશાલી જોશી આત્મહત્યા કેસના આરોપી ફરાર પીઆઈ બી.કે.ખાચર 15 જૂનના રોજ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં PI બી.કે.ખાચર સામે 32 વર્ષીય યુવતી ડો.વૈશાલી જોશીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ IPCની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બી.કે.ખાચરે તેમની સામે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જો કે સેશન્સ કોર્ટે અરજી ફગાવતા તેમણે હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. 

આરોપી ઉચ્ચ પોલીસ અધિકારી, તેને રક્ષણ ન આપી શકાય - હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેએ ખાચરના વકીલની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, આરોપી પોલીસ અધિકારી હોવા છતાં તે તપાસમાં સહકાર આપવાની જવાબદારી નિભાવી રહ્યો નથી.

જસ્ટિસ મેંગડેએ કહ્યું, "આરોપી કોઈ સામાન્ય માણસ નથી પરંતુ એક ઉચ્ચ પોલીસ અધિકારી છે. તેને કોઈપણ રીતે રક્ષણ આપી શકાય નહીં, તેની તપાસ થવી જોઈએ."

6 માર્ચે ડૉ.વૈશાલી જોશીએ ક્રાઇમ બ્રાન્ચમાં કરી હતી આત્મહત્યા 

શહેરને હચમચાવી નાખનારી આ ઘટનામાં, ડૉ.વૈશાલી જોશીએ આત્મહત્યા કરી હતી અને 6 માર્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જમાલપુરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પરિસરમાં મૃત્યુ પામી હતી. પીઆઈ ખાચર અને ડો. જોષી પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા, પરંતુ કેટલાક વિવાદોને કારણે ખાચરે તેની સતત અવગણના કરી હતી. પોતાના સંબંધોમાં આવેલી સમસ્યાઓથી દુઃખી થઈને ડૉ.વૈશાલી જોશીએ  ક્રાઈમ બ્રાન્ચના પરિસરમાં એક બેન્ચ પર બેસીને પોતાના પગમાં ઈન્જેક્શન લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. 

આ સમાચાર શેર કરો