મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડો. વૈશાલી જોષી આત્મહત્યા કેસ: ફરાર PI બી.કે. ખાચર 120 દિવસ પછી પોલીસ સમક્ષ થયા હાજર

શહેરના શિવરંજની વિસ્તારમાં રહેતા અને વાડજની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. વૈશાલી જોષીએ ક્રાઈમબ્

ડો. વૈશાલી જોષી આત્મહત્યા કેસ: ફરાર PI બી.કે. ખાચર 120 દિવસ પછી પોલીસ સમક્ષ  થયા હાજર

શહેરના શિવરંજની વિસ્તારમાં રહેતા અને વાડજની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. વૈશાલી જોષીએ ક્રાઈમબ્રાન્ચના કંપાઉન્ડમાં આવેલા આર્થિક ગુના નિવારણ શાખાની કચેરી બહાર આત્મહત્યા કરી પોલીસને સ્થળ પરથી મળેલી સુસાઈડ નોટમાં પીઆઈ બીકે ખાચરના કારણે આત્મહત્યા થઈ હોવાનું ખુલાસો થયો હતો.

સુસાઈડ નોટમાં પીઆઈ બીકે ખાચરના કારણે આત્મહત્યા

આ કેસમાં પીઆઈ 120 દિવસથી ફરાર હતા. જો કે કોર્ટે તેના આગોતરા જામીન ના મંજૂર કરી પોલીસ સમક્ષ હાજર થવાની સૂચના આપીને આગામી 18મી તારીખે સુનાવણી હોવાથી ત્યાં સુધી ધરપકડ ન કરવાની સૂચના આપવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના કેમ્પસમાં ગત 14મી માર્ચના રોજ હાથમાં ઈનજેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી.

મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ડોક્યુમેન્ટ જપ્ત કર્યા

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના કેમ્પસમાં ગત 14મી માર્ચના રોજ હાથમાં ઈનજેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ બાદ PI ખાચર ફરાર થઈ ગયા હતા. તેમણે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે નકારીને આગામી સુનાવણી 18મી જુન સુધી રાહત આપવામાં આવી હતી. જે બાદ પીઆઈ પીકે ખાચર ગત રોજ ગાયકવાડ હવેલી પોલીસ સમક્ષ હાજર થયા હતા, જ્યાં ઈ ડીવીઝન એસીપી વાણી દુધાત દ્વારા આઠ કલાક સુધી મેરેથોન પૂછપરછ કરીને નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ સાથે પોલીસે પીઆઈ ખાચરનો મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા

આ સમાચાર શેર કરો