મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: જૈન સમાજની સાધ્વીની બે શખ્સોએ કરી છેડતી, પોલીસે નરાધમોને દબોચવા ચક્રો ગતિમાન કર્યા

બનાસકાઠાના ભાભરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાભરમાં જૈન સમાજના સાધ્વીજી સાથે

બનાસકાંઠા: જૈન સમાજની સાધ્વીની બે શખ્સોએ કરી છેડતી, પોલીસે નરાધમોને દબોચવા ચક્રો ગતિમાન કર્યા

બનાસકાઠાના ભાભરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાભરમાં જૈન સમાજના સાધ્વીજી સાથે નરાધમોએ છેડતીનો પ્રયાસ કર્યો હતો. સભ્ય સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે બપોરે જૈન સાધ્વી કામ અર્થે નિકળ્યા હતા ત્યારે અચાનક બે શખ્સો આવી પહોંચ્યા અને છેડતી કરી હતી.

સાધ્વીએ બૂમાબૂમ કરતા નરાધમો ભાગી છૂટ્યા

જોકે સાધ્વીએ બૂમાબૂમ કરતા નરાધમો ભાગી છૂટ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફક્ત જૈન સમાજ નહીં પરંતુ અન્ય સમાજના લોકો પણ સખ્ત વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ભાભર પોલીસે મામલાની ગંભીરતા જોઈને છેડતી કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

ગેનીબેન ઠાકોરે આરોપીઓને તાત્કાલિક પકડવા માંગ કરી

બનાસકાઠાંના કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે આરોપીઓને તાત્કાલિક પકડવા માંગ કરી છે, તો બીજી તરફ તેમણે એ પણ કહ્યું કે હવે ધર્મ પણ સુરક્ષિત નથી. તેમણે કહ્યું કે હું જૈન સમાજ સાથે છું. આરોપીઓને પોલીસ જલ્દી પકડીને જેલમાં નાખે.

આ સમાચાર શેર કરો