રાજકોટ અગ્નિકાંડ બાદ મોટો નિર્ણય : 97 યાત્રાધામો-ધાર્મિક સ્થળો પર PGVCL અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરશે
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સૌરાષ્ટ્રમાં વીજ વિતરણ કરી સરકારી કંપની પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ-

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સૌરાષ્ટ્રમાં વીજ વિતરણ કરી સરકારી કંપની પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ- PGVCLએ મોટો નિર્ણય લીધો છે. PGVCLના વિસ્તારમાં આવતા રાજ્યના 97 યાત્રાધામો-ધાર્મિક સ્થળો પર અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે.
રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એલર્ટ મોડમાં છે. ગુજરાતમાં સૌથી વધુ માનવ મહેરામણ ઉમટી પડે છે તેવા 97 જેટલા યાત્રાધામો-ધાર્મિક જગ્યાઓમાં PGVCL દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ હાથ ધરાયું છે. બોટાદ જિલ્લાના ત્રણ યાત્રાધામો સાળંગપુર મંદિર, ગઢડા સ્વામિનારાયણ મંદિર અને પાળીયાદ વિહળનાથની જગ્યાનો આ પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો છે.
બોટાદ જિલ્લા PGVCL ટીમ દ્વારા અંદાજિત એક કરોડ 61 લાખના ખર્ચે 9.37 કિમી અંડર ગ્રાઉન્ડ કેબલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજિત ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ કરી 20 ટકા જેવી કામગીરી પૂર્ણ થઈ છે.






