મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ/ પેટ્રોલ-ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યો?, ગાંધીનગર રિપોર્ટ પહોંચ્યા બાદ પુરવઠા તંત્ર જાગ્યું

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા TRP ગેમઝોનમાં વેલ્ડીગ કામના સમયે પેટ્રોલ-ડીઝલનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાનું જાહેર થયા બાદ ર

રાજકોટ અગ્નિકાંડ/ પેટ્રોલ-ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યો?, ગાંધીનગર રિપોર્ટ પહોંચ્યા બાદ પુરવઠા તંત્ર જાગ્યું

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા TRP ગેમઝોનમાં વેલ્ડીગ કામના સમયે પેટ્રોલ-ડીઝલનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાનું જાહેર થયા બાદ રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર જાગ્યું હોય તે રીતે આ પેટ્રોલ-ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યો? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

પેટ્રોલ-ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યો?

શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમઝોનમાં વેલ્ડીંગ કામ સમયે તણખો ઉડતા પેટ્રોલ અને ડીઝલના જે કેરબા પડ્યા હતા તેની સાથે સંપર્કમાં આવતા ધડાકાભેર આગ લાગી હોવાનું બે દિવસ પહેલા જાહેર થયું હતું. આજ સુધી પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે કોઇ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહતી. અહીં રાંધણગેસ સિલિન્ડર પણ મોટા પ્રમાણમાં હોવાનું બહાર આવ્યું હતું. ટાયરનો જથ્થો અને ઝડપથી સળગી ઉઠે તેવા જવલનશીલ પદાર્થો અહીં હોવાની વિગતો ગાંધીનગર સુધી પહોંચ્યા બાદ પુરવઠા તંત્રને તપાસની સુચના આપવામાં આવતા પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

27માંથી 24 મૃતકોની પોલીસને ઓળખ મળી

TRP ગેમ ગોન અગ્નિકાંડમાં 27 મૃતદેહો મળ્યાનું પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યું છે તેમાંથી 24 મૃતદેહોની ઓળખ મળી ગઇ હતી. બાકીના 3 મૃતદેહોની ઓળખ બુધવાર સુધી મળી જાય તેવી સંભાવના છે. 

આ સમાચાર શેર કરો