સુરત નંબર 1ના કટ આઉટ સામે જ રોડ પર પડ્યો મસમોટો ભુવો, લોકોએ કટાક્ષમાં કહ્યું, પાતાળ લોકો જવાની પાલિકાની વ્યસ્થા
સુરતમાં આ વર્ષે એક પછી એક ભુવા રસ્તા પર પડતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવ

સુરતમાં આ વર્ષે એક પછી એક ભુવા રસ્તા પર પડતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે અઠવાગેટ વિસ્તારમાં પાલિકા દ્વારા મૂકવામાં આવેલા સુરત નંબર વનના કટ આઉટ સામે જ મસમોટો ભુવો પડ્યો હતો. કાર સમાઈ જાય તેવો મોટો ભુવો પડતાં લોકોએ કહ્યું કે, પાલિકાએ લોકોને પાતાળ લોકો મોકલવા માટેની આ વ્યવસ્થા ભ્રષ્ટાચારના ભોગે કરી છે.
લોકોને હાલાકી
અઠવાગેટ પાસે મોટો ભૂવો પડ્યો હતો. ટ્રાફિક જે સમયે હોય ત્યારે જ ભુવો પડ્યો હતો. જેના પગલે પાલિકા દ્વારા બેરિકેટિગ કરવામાં આવ્યું હતું. જો કે એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ રોડ પર ભુવો પડતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી.
ભ્રષ્ટાચાર પહોંચાડશે પાતાળ
લોકોએ ભુવાનું નિરીક્ષણ કરીને કહ્યું કે, થોડા સમય પહેલાં જ અત્યાધુનિક ટેક્નોલોજી સાથે રોડ બનાવવામાં આવ્યો હોવાના દાવા કરવામાં આવ્યા હતાં. જો કે, આ ભુવો ભ્રષ્ટાચાર થયો હોવાની વાતને ઉજાગર કરી રહ્યો છે. ત્યારે ભ્રષ્ટાચારના આ ભુવામાં કોઈ સમાઈને પાતાળ લોકો પહોંચી જાય તેવા રસ્તા પાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે. જેથી પાલિકા દ્વારા આ ભ્રષ્ટાચાર આચરનારા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે.






