મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડ: પારડી કોટલાવ ગામનો પુલ ધોવાયો, સ્વજનની અંતિમક્રિયા માટે સ્વજનો રેલ્વે ટ્રેક પર જીવના જોખમે નીકળ્યા

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે કેટલાય સ્થળો પર જળબંબાકારની સ્થિતિ સર્જ

વલસાડ: પારડી કોટલાવ ગામનો પુલ ધોવાયો, સ્વજનની અંતિમક્રિયા માટે સ્વજનો રેલ્વે ટ્રેક પર જીવના જોખમે નીકળ્યા

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે કેટલાય સ્થળો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે વલસાડના પારડી કોટલાવ ગામના દાદરી મોરી ફળિયાનો પુલ ધોવાયો છે. દાદરી મોરા ફળિયાથી સ્મશાનભૂમિ તરફ આ માર્ગ જાય છે.

અંતિમક્રિયા માટે જનારા લોકો રેલ્વે ટ્રેક અને સાંકડા પુલ પર જવા મજબૂર

સ્મશાનમાં અંતિમક્રિયા માટે ડાઘુઓ આ જ માર્ગનો વપરાશ કરે છે, તો બીજી તરફ હાલ આ પુલ પર પાણી ફરી વળ્યા છે. આ કારણે સ્માશના સુધી પહોંચવા માટે જીવના જોખમે અંતિમક્રિયા માટે જનારા લોકો રેલ્વે ટ્રેક અને સાંકડા પુલ પર જીવના જોખમે જવા મજબુર બન્યા છે. તો બીજી તરફ જો કોઈ દુ્ર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન છે.

  લોકોના જીવને જોખમ

આ ટ્રેક પર ઠાઠડી લઈને જતા લોકો પણ જીવ જોખમમાં મુકીને જાય છે. ગ્રામજનોનો આક્ષએપ છે કે સામાન્ય વરસાદમાં પણ આ પુલ પર પાણી ફરીવળે છે.

આ સમાચાર શેર કરો