મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

chhota Udepur: સામાન્ય નેટવર્ક માટે વલખાં મારે છે લોકો, જીવના જોખમે વૃક્ષો, ટાવર પર ચઢીને કરવી પડે છે મોબાઈલ પર વાત

છોટાઉદેપુર જિલ્લા માં મોબાઈલ ધારાકોને નેટવર્ક માટે હવાતિયાં

chhota Udepur: સામાન્ય નેટવર્ક માટે વલખાં મારે છે લોકો, જીવના જોખમે વૃક્ષો, ટાવર પર ચઢીને કરવી પડે છે મોબાઈલ પર વાત

 છોટાઉદેપુર જિલ્લા માં મોબાઈલ ધારાકોને નેટવર્ક માટે હવાતિયાં મારવા પડે ની વરવી વાસ્તવિકતા સામે આવી છે, છોટાઉદેપુર જિલ્લામાં મોબાઈલ નેટવર્કના ધાંધિયા જોવા મળ્યા છે. આજના યુગમાં લોકો 5gનો વપરાશ કરે છે.

મોબાઈલ નેટવર્કના જ ધાંધિયા જોવા મળી રહ્યા છે

જિલ્લાના કેટલાય ગામોમાં તો મોબાઈલ નેટવર્કના જ ધાંધિયા જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના છોડવાણી ગ્રામ પંચાયતની પાસે જ BSNLનો ટાવર ઉભો કરાયો, એ ટાવરને વીજ કનેક્શન, અને સોલાર પેનલ પણ ઉભી કરવામાં આવી છે, પરંતુ આ ટાવરનું હજી પણ નેટવર્ક પકડાતું નથી તેમ ગામ લોકો જણાવી રહ્યા છે.

સરપંચ સાથે વાંરવાર થાય છે ઘર્ષણ

છોડવાણી ગામ ની આજુ બાજુ ના લોકો ખેડૂત નોંધણી, રેશનકાર્ડ આધારકાર્ડ લિંક, આવક ના દાખલા, કિશાન સન્માન નિધિ જેવા ઓન લાઈન કામો કરાવવા ગ્રામ પંચાયત માં આવે છે પરંતુ નેટવર્ક મળતું નહીં હોવાના કારણે ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર વચ્ચે ઘર્ષણ થતું રહે છે.   મોબાઈલમાં નેટવર્ક નહીં હોવાના કારણે કોઈ યુવાન ઝાડ ઉપર ચઢી નેટવર્ક પકડ઼વાનો પ્રયત્ન કરે છે, તો કોઈ ટેકરીઓ ઉપર ચઢે છે, તો કોઈ ઘરના છાપરે ચઢી નેટવર્ક પકડવાના પ્રત્યન કરે છે. એક તો યુવાન ટાવર પર ચઢીને મોબાઈલ પર વાત કરી રહ્યો હોય તેવા દ્રશ્યો કેમરામાં કેદ થયાં હતાં,

આ સમાચાર શેર કરો