મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના ચૌટા બજારમાં પહોંચ્યા કસબીઓ, લાઈટ- કેમેરા- એક્શનની ગુંજ સંભળતા જોવા ઉમટ્યા લોકો

સુરત શહેર દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. પ્રગતિશીલ શહેર, બ્રિજ સિટી ,સ્વચ્છ શહેર, હીરા નગરી

સુરતના ચૌટા બજારમાં પહોંચ્યા કસબીઓ, લાઈટ- કેમેરા- એક્શનની ગુંજ સંભળતા જોવા ઉમટ્યા લોકો

સુરત શહેર દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. પ્રગતિશીલ શહેર, બ્રિજ સિટી ,સ્વચ્છ શહેર, હીરા નગરી, ટેક્સટાઇલ નગરી તેમજ અનેક ક્ષેત્રમાં સુરત આગળ છે હવે સુરત શહેરમાં વિવિધ સ્થળો પર બોલીવુડ મુવી ના કલાકારો કે પછી ગુજરાતી ફિલ્મ સિટીના કલાકારો અહીં આવીને પોતાની શૂટિંગ કરતા થયા છે, ફિલ્મના કલાકારો સુરત આવ્યા છે અને સુરતની ગલીઓમાં શૂટિંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ સુરતમાં લોકોના જીવ બચાવવા બંદોબસ્ત, કાતિલ દોરીના શિકાર ન બને તે માટે બ્રિજ પર જતાં બાઈકર્સને અટકાવાય

ગલીઓમાં શૂટિંગ

સુરત શહેરના ચોટા બજારની જૂની શેરીઓમાં આ ગુજરાતી ફિલ્મ નું શૂટિંગ ચાલી રહ્યું છે. પ્રખ્યાત ગુજરાતી કલાકાર ગૌરવ પાસવાલા આ ફિલ્મના મુખ્ય કલાકાર છે ચોટા બજારની ગલીઓમાં ગૌરવ પાસવાલા ને શૂટ કરતા જોવા મળ્યા હતા અને જણાવ્યું હતું કે " મૂડ સુરતી હોવાથી DEDA ફિલ્મ તેઓએ સ્વીકારી છે અને સુરત શહેર તેમને પરિવારના સભ્યની જેમ રાખે છે સાથે સુરત એ ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ પણ આપ્યો છે જેથી મને ખૂબ જ આનંદ થયો છે.

ભરચક વિસ્તારમાં અઘરું કામ

 ચોટા બજાર એક ભરચક વિસ્તાર છે જેમાં શૂટિંગ કરવું ખૂબ જ અઘરું સાબિત થયું છે પણ ડિફિકલ્ટ ચેલેન્જ એક્સેપ્ટ કરવામાં હું માનું છું જેથી આ ફિલ્મ ની સ્ટોરી ની સાથે શૂટિંગ ના સ્થળો પણ મારે ખૂબ જ ગમ્યા છે. ચોંટા બજાર ની અંદર શૂટિંગ દરમિયાન  તેમના ચાહકો પણ તેમની એક્ટિંગ ને જોઈ ખુશ થયા હતા. આ ગુજરાતી ફિલ્મ વિશે ડાયરેક્ટર હેમા શુક્લા એ જણાવ્યું હતું કે "આ ગુજરાતી ફિલ્મ અન્ય ફિલ્મ કરતા જુદી છે કેમ કે માતા ઉપર ઘણી બધી ફિલ્મ બની છે પરંતુ આ એક એવી ફિલ્મ છે જે પિતા ના જીવન ઉપર આધારિત બની છે કેવી રીતે મુશ્કેલીઓમાં પોતાના બાળક માટે પિતા કેટલી હદ સુધી જઈ શકે તેવું દર્શાવ્યું છે."

આ સમાચાર શેર કરો