મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના પનાસમાં જર્જરિત આવાસના નળ-વીજ કનેક્શન કાપતી પાલિકાની ટીમ સાથે લોકોની ઝપાઝપી

સુરતના સચિન વિસ્તારમાં 6 જુલાઈના રોજ 6 માળની ઈમારત ધરાશાયી થતા સાત લોકોના મોત થયા હત

સુરતના પનાસમાં જર્જરિત આવાસના નળ-વીજ કનેક્શન કાપતી પાલિકાની ટીમ સાથે લોકોની ઝપાઝપી

સુરતના સચિન વિસ્તારમાં 6 જુલાઈના રોજ 6 માળની ઈમારત ધરાશાયી થતા સાત લોકોના મોત થયા હતાં. જેથી સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે. સુરત શહેર વિસ્તારમાં આવેલા અલગ અલગ સરકારી આવાસ અને ટેનામેન્ટોને જે જર્જરીત થયા છે. તેને વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે.

ઉગ્ર વિરોધ સાથે ઝપાઝપી

આજે સુરતના પનાસ ગામ એસએમસી આવાસમાં સુરત મહાનગરપાલિકાની ટીમ લોકોને જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી. સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણા કાપવાની શરૂઆત કરી હતી.જેના લીધે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. સાથે જ ઝપાઝપી થઈ હતી.

રોકવા જતાં હાથાપાયી

સુરેશા પાટિલે કહ્યું કે, દિવાળી સુધીનો ટાઈમ આપ્યો હતો. જે હવે એક મહિનાનું કહેવાયું છે. જેથી તે પોસિબલ જ નથી કે અમે મકાન ખાલી કરી શકીએ. પ્રજ્ઞાનગર પનાસમાં અમે રહીએ છીએ. આજે કનેકશન કટ કરવા આવેલા તે માટે અમે રોક્યા અને એ દરમિયાન નળ કટ કરતાં એમાં હાથાપાયી થઈ હતી. જેમાં અમારા બાળકોને માર મારીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ. અમને ભાડું પણ આપવાની વાત હજી થઈ નથી. 

આ સમાચાર શેર કરો