VIDEO: આ ગુજરાત કોણે બનાવ્યું? ઢીંચણસમા પાણીમાંથી અર્થી લઈને સ્મશાન જવા લોકો મજબૂર
રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના જૈનાબાદ ગામમાં વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતાના ચોંકાવનારા

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના જૈનાબાદ ગામમાં વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.રાજ્યમાંથી વરસાદે વિરામ લીધો છે, છતાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા યથાવત જોવા મળી છે.
પાણીમાંથી અર્થી લઈને સ્મશાન જવા લોકો મજબૂર
સુરેન્દ્રનગર જિલ્લાના જૈનાબાદ ગામમાં ઢીંચણ સમા પાણીમાંથી અર્થી લઈને સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા જવા ડાઘુઓ મજબૂર બન્યા હતા. ધારાસભ્ય તેમજ સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆત છતાં પણ વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા ગંભીર પ્રકારની સમસ્યા સર્જાઇ છે.
તંત્રની બેદરકારીને કારણે ગ્રામજનોમાં રોષ ફાટી નિકળ્યો
તંત્રની બેદરકારીને કારણે ગ્રામજનોમાં રોષ ફાટી નિકળ્યો છે.સ્મશાન જવાનો રસ્તો પણ અતિખરાબ હાલતમાં છે.જેના લીધે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તુરખેડા ગામમાં રસ્તાના અભાવે ઝોળીમાં દવાખાને લઈ જતાં પ્રસુતાનું રસ્તામાં જ મોત
આ પહેલા રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં રસ્તાના અભાવે ઝોળીમાં દવાખાને લઈ જતાં પ્રસુતાનું રસ્તામાં જ મોત થયું હતું.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં 12 જેટલા ફળીયા છે. જયારે આ ફળિયામાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા ન હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી. જેથી તુરખેડા ગામના બસ્કરીયા ફળિયામાં રહેતા એક પરિવાર ની મહિલાને ત્રણ સંતાનો હતા અને ચોથું બાળક ની પ્રસુતિ માટે દુખાવો ઉપડતા રાત્રીના સમયે ઝોળીમાં નાખીને સારવાર માટે લઇ જતા હતા. તે વખતે તેનું રસ્તામાં મોત થયું હતું. જયારે ચોથું બાળક રસ્તામાં જન્મ્યુ હતું. મહિલાનું મોત થતા હાલ આ ચારેય બાળકો માતા વિહોણા બની ગયા છે. તેમ છતાં સરકારના અધિકારી કે પદાધિકારીએ આ પરિવારની મુલાકાત સુધ્ધાં લીધી નથી.








