પરશોત્તમ રૂપાલાના વિવાદને લઇને પાટીલના બંગલે બેઠક, મુખ્યમંત્રી સહિત આ નેતાઓ રહ્યાં હાજર
ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. પરશોત્તમ રૂ

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈને દિવસેને દિવસે વિરોધ વધી રહ્યો છે. તો બીજી તરફ રૂપાલા આ મામલે ક્ષત્રિય સમાજ બે બે વખત માફી પણ માંગી ચૂક્યા છે, છત્તાં આ વિવાદ શાંત થવાનું નામ લઈ નથી રહ્યો. ત્યારે આ વિવાદને ઠારવા માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે.
સી.આર. પાટીલના બંગલે મુખ્યમંત્રી સહિત ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક
- બલવંતસિંહ રાજપૂત
- ભુપેંદ્રસિહ ચુડાસમા
- પ્રદિપસિંહ જાડેજા
- કિરીટ સિંહ રાણા
- કેસરીદેવ સિંહ
- આઈ કે જાડેજા
- જયરાજ સિંહ
ભાજપે બલવંતસિંહ રાજપૂત, ભુપેંદ્રસિહ ચુડાસમા, કિરીટ સિંહ રાણા, કેસરીદેવ સિંહ, આઈ કે જાડેજા, જયરાજ સિંહ સહિતના ક્ષત્રિય આગેવાનોને બોલાવીને ખાસ બેઠક યોજી છે. ભાજપના મોટાભાગના ક્ષત્રિય આગેવાનો સાથે આ બેઠક યોજાઈ રહી છે. ડેમેજ કંટ્રોલ કરવા માટેની બનશે રણનીતિ બનાવવામાં આવશે.
ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ સાથે મક્કમ
ગાંધીનગર સી.આર. પાટીલના બંગલે મુખ્યમંત્રીઓની ક્ષત્રિય આગોવાને સાથે મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે. આ વિવાદને કઈ રીતે શાંત પાડવો તે અંગે ખાસ રણનીતિ યોજાશે. ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવાની માગ સાથે મક્કમ જોવા મળી રહ્યો છે.






