સુરતની સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગ પ્લાસ્ટિકની કોથળીના ભરોસે, ચોથા માળે વોર્ડમાં પાણી ટપકતા દર્દીઓ મુશ્કેલીમાં
સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડીંગ જર્જરીત

સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડીંગ જર્જરીત થઈ ગઈ છે. જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડીંગને તોડીને નવી બિલ્ડીંગ બનાવવાનું નક્કી કર્યું છે. જોકે હાલમાં મુશળધાર વરસાદ વસી રહ્યો હોવાથી સિવિલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે વોર્ડમાં અને પેસેજમાં વરસાદી પાણી ટપકી રહ્યું હોવાથી દર્દીઓ અને કર્મચારીઓ હાલાકી ઉઠી રહ્યા છે.
હાલાકી વેઠવાની નોબત
નવી સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઇ ગયેલા જૂની બિલ્ડીંગમાંથી વોર્ડ અને ઓપીડી ખાલી કરવામાં કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ જણાય રહ્યું છે. દરમિયાન જુની બિલ્ડીંગમાં ચોથા માળે ઇ-૪ વોર્ડમાં અને એફ-૪ વોર્ડમાં દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. જોકે બંને વોર્ડમાં તથા બહાર પેસેજમાં સહિતની કેટલીક જગ્યાએ વરસાદી પાણી ટંપકી રહ્યુ છે. જેના લીધે વોર્ડમાં અને પેસેજમાં પ્લાસ્ટીકના બેગ સહિત વસ્તુઓ મુકવાની નોબત આવી છે. આવા સંજોગોમાં ત્યાંથી પસાર થતા દર્દી, તેમના સંબંધી અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા હોવાનું સુત્રો જણાવ્યું હતું.
ઓપીડી ખસેડાશે
બીજી તરફ નવી સિવિલમાં જુની બિલ્ડીંગમાં જર્જરીત થઇ ગઇ હોવાથી અમુક વોર્ડ, પેસેજ સહિતના ભાગના છતના કેટલાક ભાગમાં પોપડા પડે કે અમુક ભાગ બેસી જાવાની સકયતા છે. આવી જોખમ જેવી પરિસ્થિતિમાં તંત્ર દ્રારા આરએમઓ ઓફિસ નજીક સહિતના કેટલીક જગ્યાએ લોખંડના ટેકા મુકીને સપોટ આપવામાં આવ્યો છે. નવી સિવિલના ઇર્ન્ચાજ તબીબી અધિક્ષક ડો. પ્રિતી કાપડીયાએ કહ્યુ કે, પાણી ટંપકતુ તાકીદે કામગીરી કરીને બંધ કરવા માટે પી.આઇ.યુ વિભાગને સુચના આપી છે. જયારે હીમોફિલીયા, ગાયનેક, સર્જરી વિભાગની ઓ.પી.ડી જલ્દી જુના ટ્રોમા સેન્ટ્રરમાં ખસેડવામાં આવશે.








