સુરતની સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુની બીમારીમાં દર્દીનું મોત, પરિવારજનોએ બેદરકારીના લગાવ્યા આક્ષેપ
સુરત નવી સિવિલ હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી હોવાના આક્ષેપ કરાયા છે. ડોક્ટરની બેદરકારીના કારણે પરિવારે પોતાનું સ

સુરત નવી સિવિલ હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી હોવાના આક્ષેપ કરાયા છે. ડોક્ટરની બેદરકારીના કારણે પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું છે. જંતુ કુમારને ડેન્ગ્યુના તાવના કારણે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. કિડની બિલ્ડીંગ પાંચમાં માળે આવેલ A-5માં જંતુ કુમારની સારવાર ચાલી રહી હતી.જંતુ કુમાર સારવાર દરમિયાન સાજા થઈ ગયા હતા અને તે હરી ફરી રહ્યા હતા.
ડોક્ટર પર ગંભીર આરોપ
રાત્રિએ બે ઇન્જેક્શન આપતા દર્દી જંતુ કુમારની હાલત લથડી હોવાના પરિવારના આક્ષેપ કરાયા છે. મોઢામાંથી ફીણ નીકળતા ડોક્ટર સહિત પરિવારજનો ગભરાઈ ગયા હોવાનો પરિવારો દ્વારા ગંભીર આરોપ મૂકાયો છે. ડોક્ટરો દ્વારા દર્દી જંતુ કુમાર રાત ભર હાર્ડ પમ્પિંગ કરતા રહ્યાના ગંભીર આક્ષેપ કરાયા છે. પરિવાર સાથે દર્દીના પિતા ગામમાં વીડિયો કોલ પર વાત કરતા ડોક્ટરોએ મોબાઇલ ફોન બંધ કરાવી દીધા હતા.
કઈ દવા આપી તે ખબર નથી
મૃતકના સ્વજનોએ આક્ષેપ સાથે કહ્યું કે, રાત્રે બધું બરાબર હતું. હોસ્પિટલમાંથી અન્ય જગ્યાએ લઈ જવાની વાત કરવામાં આવી હતી. પરંતુ બે ઈન્જેક્શન અને દવા અપાઈ હતી. જેથી તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. બિહારથઈ થોડા સમય અગાઉ જ આવ્યો હતો. હજુ તો કામ પર લાગ્યો નહોતો. બિહારથી તે આવ્યો હતો. તેનું મોત તબીબી બેદરકારીને કારણે થયું હતું.








