મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

તાપીમાં સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આદિવાસી સમાજના અનિચ્છિત મુદતના ધરણાં

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આજે હો

તાપીમાં સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આદિવાસી સમાજના અનિચ્છિત મુદતના ધરણાં

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આજે હોસ્પિટલની બહાર આદિવાસી સમાજના લોકો અનિચ્છિત મુદતના ધરણાં પર બેઠા. તેઓની માંગ છે કે હોસ્પિટલ સરકારી જ રહે અને તેનું ખાનગીકરણ થતું અટકે.

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જિલ્લાની સિવિલ હોસ્પિટલ તેમજ નવી મેડિકલ કોલેજના ખાનગીકરણને લઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેને લઈ અગાઉ સરકારમાં રજુઆત કરવામાં આવતા ખાનગીકરણ નહિ કરવા અંગે મૌખિક જણાવવામાં આવ્યું હોવાનું આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ ખાનગીકરણ મુદ્દે ફરી આંદોલનના એંધાણ થયા છે. જેમાં આજથી સિવિલ હોસ્પિટલ બહાર આદિવાસી સમાજના લોકો અનિચ્છિતના ધરણાં પર બેઠા છે. જેમાં સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ ના થાય અને તે સરકારી જ રહે માંગ મૂકવામાં આવી છે.

આ સમાચાર શેર કરો