મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર/ પાટડીમાં રસોઇ બનાવતા સમયે લાગી આગ, 9 લોકો દાઝ્યા

સુરેન્દ્રનગરના પાટડીમાં રાંધણ ગેસની પાઇપ નીકળી જતા આગ લાગી હતી. રસોઇ બનાવતા સમયે આગ લા

સુરેન્દ્રનગર/ પાટડીમાં રસોઇ બનાવતા સમયે લાગી આગ, 9 લોકો દાઝ્યા

સુરેન્દ્રનગરના પાટડીમાં રાંધણ ગેસની પાઇપ નીકળી જતા આગ લાગી હતી. રસોઇ બનાવતા સમયે આગ લાગતા એક જ પરિવારના 9 લોકો દાઝ્યા હતા. આ ઘટનામાં બે મહિલા અને બાળકો સહિત કૂલ નવ લોકો દાઝ્યા હતા. જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

ફાયરની ટીમોએ આગને લીધી કાબુમાં

પાટડીમાં રસોઇ બનાવતા સમયે ગેસની પાઇપ લાઇન નીકળી ગઇ હતી જે બાદ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં એક જ પરિવારના નવ લોકો દાઝ્યા હતા. આગ લાગતા આજુ બાજુના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.

આગની ઘટના બાદ 9 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવલામાં આવ્યા હતા. આસપાસના લોકો તેમજ પરિવારના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાસે પહોંચી ગયા હતા.

આ સમાચાર શેર કરો