Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Video/ Bride robbery gang caught at Patan, 5 accused arrested by Radhanpur police

Video/ Patan ખાતે લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઇ, 5 આરોપીઓને રાધનપુર પોલીસે દબોચ્યા

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં 'લગ્નના નામે છેતરપિંડી' કરી લાખો રૂપિયા પડાવતી એક આંતરરાજ્ય ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાધનપુર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને વડોદરા, રાજકોટ અને બોટાદમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકીએ રાધનપુરના એક યુવક પાસેથી લગ્નના બહાને ₹10 લાખ રોકડા અને ઘરેણાં પડાવી લીધા હતા, અને લગ્ન બાદ તરત જ 'દુલ્હન' ફરાર થઈ ગઈ હતી.

App Store

શું હતી સમગ્ર ઘટના?

રાધનપુરના જેસડા ગામના વતની બાબુ ભરવાડ સાથે આ ટોળકીએ લગ્નનું નાટક કર્યું હતું. લગ્ન કરાવ્યા બાદ દુલ્હન બનેલી મહિલા થોડા જ સમયમાં તમામ રોકડ અને ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હતી. આ છેતરપિંડીમાં યુવકે કુલ રૂ. 10 લાખ રોકડા અને ઘરેણાં ગુમાવ્યા હતા. ભોગ બનનાર યુવકે તાત્કાલિક રાધનપુર પોલીસ મથકે 'લૂંટરી દુલ્હન' સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની સફળ કામગીરી

ફરિયાદ નોંધાયા બાદ રાધનપુર પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ સમગ્ર ગેંગને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો રવાના કરી હતી. પોલીસે વડોદરા, રાજકોટ અને બોટાદના જુદા જુદા સ્થળો પરથી આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને દબોચી લીધા હતા.

ધમકી આપીને કરતી હતી બ્લેકમેલ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે લૂંટરી દુલ્હન બનેલી મુખ્ય આરોપી મહિલા ખૂબ જ ચાલાક હતી. તે માત્ર છેતરપિંડી જ નહીં, પરંતુ ભોગ બનનાર યુવકોને બળજબરીથી અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પણ તેમની પાસેથી મોટી રકમ પડાવતી હતી.

અન્ય ગુનાઓમાં પણ સંડોવણી

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મુખ્ય આરોપી લૂંટેરી દુલ્હન ઇલાબેન ઉર્ફે હિરલ પરમાર સામે અગાઉ પણ છેતરપિંડીના કેસ નોંધાઈ ચૂક્યા છે. તેના પર રાજકોટ શહેર અને બગદાણા ખાતે પણ આવા જ છેતરપિંડી અને બ્લેકમેઇલિંગના બે કેસ નોંધાયેલા છે.

મુદ્દામાલ રિકવર

પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા રૂ. દોઢ લાખ રોકડા, એક મોબાઈલ ફોન અને એક સોનાની વીંટી સહિત કુલ રૂ. 2.27  લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.