Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Uproar in Patan Citizens Co-operative Bank elections

VIDEO: પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં હોબાળો

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણી દરમિયાન મતદાન મથકે હોબાળાની ઘટના સામે આવી છે. બોગસ વોટિંગ થવાની ભીતિ વચ્ચે ખોટું ઓળખપત્ર લઈને આવેલા એક ઈસમને રોકવામાં આવતા મતદાન કેન્દ્ર પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે મતદાન સ્થળે હોબાળો મચી જતાં ફરજ પર હાજર પોલીસ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈ મામલો થાળે પાડ્યો હતો. ઘટનાના કારણે થોડા સમય માટે મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ સર્જાયો હતો. સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને મતદાન પ્રક્રિયા ફરી સુચારૂ રીતે શરૂ કરવામાં આવી છે.

App Store