પાટણ: SOGએ વધુ એક નકલી ડોક્ટરને ઝડપ્યો, લાયસન્સ વગર ચલાવતો હતો દવાખાનું

ગુજરાતમાંથી નકલી ડોક્ટરો સતત ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. તો બીજી તરફ પાટણ SOG દ્વારા નકલી ડોક્ટરો સામેની ઝુંબેશ સતત ચાલુ છે. આ કડીમાં વધુ એક નકલી ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. સિદ્ધપુર તાલુકાના રસુલપુર ગામે રહેતા અને મૂળ ઇલોલ, હિંમતનગરના વતની અસગરલી ગુલામહુસેન મોમીન નામના શખ્સને પોલીસે તબીબી વ્યવસાય કરતાં પકડ્યો હતો.
હજારો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો
SOGએ તેના સ્થળ પર દરોડા પાડીને 3000 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં દવાઓ અને ઇન્જેક્શનનો સમાવેશ થાય છે..નકલી તબીબની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી.

