Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Big decision of Thakor community, ban on DJs at weddings, ban on mobile gifts

Patan: ઠાકોર સમાજનો મોટો નિર્ણય, લગ્ન પ્રસંગે ડી.જે પર પ્રતિબંધ, મોબાઈલ ભેટ પર રોક

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Patan: ઠાકોર સમાજનો મોટો નિર્ણય, લગ્ન પ્રસંગે ડી.જે પર પ્રતિબંધ, મોબાઈલ ભેટ પર રોક
સોર્સ : GSTV

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના ઠાકોર સમાજે સમાજમાં પ્રવર્તતા ખર્ચાળ રિવાજો અને દેખાડાની પ્રથાઓને નિયંત્રિત કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રામદેવપીરના મંદિરે યોજાયેલી એક બેઠકમાં, સમાજના આગેવાનો, યુવાનો અને વડીલોએ એકસાથે મળીને એક નવું સામાજિક બંધારણ ઘડ્યું છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવાયો છે.

App Store

લગ્ન પ્રસંગના ખર્ચા પર અંકુશ માટેના મુખ્ય નિયમો:

ઠાકોર સમાજની સમિતિ દ્વારા લગ્ન અને અન્ય પ્રસંગોમાં થતા બેફામ ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે:

ડી.જે પર પ્રતિબંધ: લગ્ન પ્રસંગે ડીજે વગાડવા, હલ્દી રસમ કરવી, આતશબાજી માટે ફટાકડા ફોડવા અને વીડિયો શૂટિંગ કરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મોબાઇલ ભેટ પર રોક: સગાઈના સમયે યુવતીઓને મોબાઇલ ફોન ભેટમાં આપવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે. જેનો હેતું યુવતીઓને મોબાઇલના દુરુપયોગથી બચાવવાનો દાવો કરાયો છે.

મામેરું: મામેરાની રકમ હવે રૂપિયા 11,000થી લઈને મહત્તમ રૂપિયા 1 લાખની રોકડ રકમ સુધી સીમિત કરવામાં આવી છે.

જાનની સંખ્યા: જાન લઈને જતી વખતે માત્ર 5 થી 11 વ્યક્તિઓ જ જઈ શકશે, જેથી બિનજરૂરી ખર્ચ અને દેખાડો ટાળી શકાય.

નિયમભંગ બદલ કડક દંડ 

સમાજના અગ્રણી સોનાજી ઠાકોરએ જણાવ્યું કે, આ નિયમો મહેમદાવાદ ગામના ઠાકોર સમાજ પૂરતા મર્યાદિત છે અને તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે. જો કોઈ પરિવાર કે સભ્ય આ નિયમોનો ભંગ કરશે, તો સમિતિ દ્વારા તેમને રૂપિયા 11,000નો દંડ કરવામાં આવશે. દંડમાંથી એકત્ર થયેલી રકમનો ઉપયોગ સમાજના વિકાસના કાર્યો, ખાસ કરીને શૈક્ષણિક વિકાસ પાછળ ખર્ચ કરવામાં આવશે. સમાજના યુવાનો, આગેવાનો અને વડીલોએ સર્વસંમતિથી આ પરિવર્તનના નિર્ણયને સ્વીકાર્યો છે, જે સમાજની એકતા અને સુધારણા પ્રત્યેની તેમની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.