'10 ગાળો બોલો પછી જ જવા દઇશું', પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં વિદ્યાર્થીના મોત બાદ નવો ખુલાસો

પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. વિદ્યાર્થીના મોત અંગે પરિવારજનોએ રેગિંગ થયાનો આરોપ લગાવ્યો છે.
રિપોર્ટમાં રેગિંગનો ખુલાસો થયો
જો કે, આ મામલે મેડિકલ કોલેજના ડીને પોલીસને જાણ કરીને તપાસ શરૂ કરી છે. આખરે રિપોર્ટમાં રેગિંગનો ખુલાસો થયો અને બીજા વર્ષના 15 વિદ્યાર્થીઓના નામ ખુલતા મેડિકલ કોલેજના સત્તાવાળાઓ એ બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં ડેપ્યુટી મેયર પણ નથી સેફ તો..?, ડે.મેયર અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો
સિનિર્યસે Introduction તેમજ દસ બીભત્સ ગાળો બોલવા જણાવ્યું
ફરિયાદમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને તેમનો Introduction તેમજ દસ બીભત્સ ગાળો બોલવા જણાવ્યું હતું. સતત ત્રણ કલાક સુધી વિદ્યાર્થીઓ ઉભા રહ્યા દરમ્યાન અનિલ પટેલ નામના વિદ્યાર્થીને ચક્કર આવતા નીચે પટકાયો હતો.
પોલીસ ફરિયાદમાં આ વિદ્યાર્થીઓના નામ ખુલ્યા
અવધેશ અશોકભાઈ પટેલ,
હિરેન મનસુખભાઈ પ્રજાપતિ,
તુષાર પીરાભાઈ ગોહલે કર ,
પ્રકાશ માધાભાઈ દેસાઈ,
જૈમીન સવજીભાઈ ચૌધરી,
પ્રવીણ ભાઈ ચૌધરી,
વિવેક ગમનભાઈ રબારી,
ઋત્વિક પરસોત્તમભાઈ લીંબડીયા,
મેહુલ પ્રતાપભાઈ ,
સુરજલ રૂડાભાઈ બલદાણીયા,
હરેશ ગંભીરભાઈ ચાવડા ,
વૈભવ કુમાર વિકેશભાઇ રાવલ,
પરાગ ભરતભાઈ કલસરિયા ,
ઉત્પલ શૈલેષભાઈ વસાવા,
વિશાલ લગધીરભાઈ ચૌધરીનું નામ ખુલ્યું છે.
સીનિયર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે
રિપોર્ટમાં યુવકનું મોત રેગિંગના કારણે થયું હોવાનો પુરવાર થયું છે, તો સીનિયર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તેવી માંગ મૃતક વિદ્યાર્થીના પરિવારજનોની છે.

