રાજકોટમાં ડેપ્યુટી મેયર અને તેમના ભાઈ પર નજીવી બાબત પર જીવલેણ હુમલો

ગુજરાતના વિવિધ શહેરોમાં ગુનાખોરીનું પ્રમાણ ધીમે ધીમે વધ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં પણ હત્યા, ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં સતત વધારો થયો છે. રાજકોટમાં હવે ડેપ્યુટી મેયર પણ સેફ નથી.રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્ર સિંહ જાડેજા અને તેમનાના ભાઈ રવિરજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો થયો છે.
રાજકોટના ડે. મેયર અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો
સન્ની પાજી કા ધાબાના સંચાલક કુખ્યાત સની અને તેના સાગરીતો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા સન્ની પાજીની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો: VIDEO: વડોદરામાં નજીવી બાબતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રને તિક્ષ્ણ હથિયારના માર્યા ઘા, હોસ્પિટલમાં દમ તોડ્યો
ઇજાગ્રસ્ત ડેપ્યુટી મેયર અને તેમના ભાઈ સારવાર હેઠળ
ઇજાગ્રસ્ત ડેપ્યુટી મેયર અને તેમના ભાઈને ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે.

