મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: SOGની ટીમે પાલડી ગામમાંથી દબોચ્યા બે નકલી ડોક્ટરો, હોસ્પિટલ ઉભી કરીને કરતાં હતા સારવાર

રાજ્યમાંથી અસલી હોદ્દાઓ પરથી નકલી લોકો સતત ઝડપાઈ રહ્યા છે. રાજ્યમાંથી નકલી અધિકારી, નકલી IAS

પાટણ: SOGની ટીમે પાલડી ગામમાંથી દબોચ્યા બે નકલી ડોક્ટરો, હોસ્પિટલ ઉભી કરીને કરતાં હતા સારવાર

રાજ્યમાંથી અસલી હોદ્દાઓ પરથી નકલી લોકો સતત ઝડપાઈ રહ્યા છે. રાજ્યમાંથી  નકલી અધિકારી, નકલી IAS અધિકારી, નકલી MLA, નકલી પોલીસ, નકલી ડોક્ટર, નકલી જજ અત્યાર સુધી આ અસલી હોદ્દા પર નકલી બનીને ફરતાં શખ્સો ઝડપાયા છે. 

પાટણ SOGએ વધુ બે નકલી ડોક્ટરોને ઝડપ્યા

પાટણ SOGએ વધુ બે નકલી ડોક્ટરોને ઝડપ્યા છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પાલડી ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા શખ્સને પોલીસે દબોચ્યો હતો. ડિગ્રી ન હોવા છતાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા પોલીસે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભાજપ v/s ભાજપ: પક્ષના હોદ્દેદારોની પસંદગી સમયે જૂથવાદ, ડેમેજ કંટ્રોલ કરનાર કોઈ નથી

પાલડી ગામમાં બન્ને શખ્સો લોકોના આરોગ્ય સાથે કરતાં હતા ચેડાં

SOGની ટીમે  ભરવાડ પંકજ અને મન્સૂરી અરમાન નામના શખ્સોને દબોચ્યા હતા. આ બન્ને શખ્સો પાટણ જિલ્લાના પાલડી ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં હતા. શખ્સો લોકોના આરોગ્ય સાછે ચેડા કરીને ઈન્જેક્શન આપીને જો વધુ બીમાર હોય તો તેમને બાટલા ચડાવતાં હતા. પોલીસે ઈન્જેક્શન, બાટલાં, દવાઓ, મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો