મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: ડિગ્રી વગર મકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો, લાખોની દવાઓ પોલીસે કરી જપ્ત

રાજ્યમાંથી છેલ્લા કેટલાય સમયથી બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. આ બોગસ તબીબો ક્લિનિક ખોલી

પાટણ: ડિગ્રી વગર મકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો, લાખોની દવાઓ પોલીસે કરી જપ્ત

રાજ્યમાંથી છેલ્લા કેટલાય સમયથી  બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. આ બોગસ તબીબો ક્લિનિક ખોલીને લોકોના આરોગ્ય સાથે સતત ચેડાં કરતા રહેતા હોય છે. ત્યારે આ વચ્ચે પાટણના સિદ્ધપુરના ખડીયાસણ ગામ પાસેથી બોગસ તબીબ ઝડપાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર ખડીયાસણથી સહેસા રોડ પર આવેલી ગ્રામ પંચાયત નજીક એક મકાનમાં આ શખ્સ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો ઝડપાયો છે.

ડિગ્રી વગર ઘરમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ છેલ્લા ઘણા સમયથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો છે. પોલીસે આ બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. 

પોલીસે બાતમીના આધારે આ મકાનમાં દરોડા પાડ્યા હતા.  દરોડા દરમિયાન પોલીસે દવાઓ સહીત મેડિકલ સાધનો મળી કુલ સાત લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો હતો.નકલી ડોક્ટર વિરુદ્ધ પોલીસે ફરિયાદ  દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી આદરી હતી.

આ સમાચાર શેર કરો