મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: રાધનપુર જિલ્લામાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, દવાઓ સહિતનો મુદ્દામાલ ઝડપાયો

રાજ્યના પાટણ જિલ્લામાંથી વધુ એક બોગસ તબીબ દબોચાયો છે. મળતા અહેવાલ પ્રમાણે પાટણના રાધનપુર તાલુકાના

પાટણ: રાધનપુર જિલ્લામાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, દવાઓ સહિતનો મુદ્દામાલ ઝડપાયો

રાજ્યના પાટણ જિલ્લામાંથી વધુ એક બોગસ તબીબ દબોચાયો છે. મળતા અહેવાલ પ્રમાણે  પાટણના રાધનપુર તાલુકાના ચલવાડા ગામ ખાતે SOGની ટીમે બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. SOGની ટીમને બાતમી મળી હતી કે  ચલવાડા ગામમાં એક બોગસ ડોક્ટર ક્લિનિક ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.

આરોપીની ઓળખ શ્રવણજી ચમનજી ઠાકોર તરીકે થઈ

આરોપીની ઓળખ શ્રવણજી ચમનજી ઠાકોર તરીકે થઈ છે. ચલવાડા ગામ ખાતે ડોક્ટરની પ્રેક્ટીસ કરતો હતો.પોલીસે ક્લિનકને  દવાઓ સહીત મુદામાલ પણ કબ્જે કર્યો હતો. બોગસ ડોક્ટર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ સમાચાર શેર કરો