મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેશોદમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, ડિગ્રી વિના ચલાવતો હતો દવાખાનું

કેશોદના કણેરી ગામે મેડિકલ પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો છે. પોલીસ તપાસમાં બોગસ ડો

કેશોદમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, ડિગ્રી વિના ચલાવતો હતો દવાખાનું

કેશોદના કણેરી ગામે મેડિકલ પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો છે. પોલીસ તપાસમાં બોગસ ડોકટરના દવાખાનામાં એલોપેથીક જુદી જુદી કંપનીની દવાઓ, મેડિકલ પ્રેકટીશના સાધનો મળી આવ્યાં છે. અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. અમીત વણપરિયાએે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બોગસ ડોકટર રાકેશ ભગવાનભાઈ હિંગરાજિયા વિરૂધ્ધ બીએનએસ 319 (2), 125 ગુજરાત મેડિકલ પ્રેક્ટીસ 1963 ની કલમ 30 હેઠળ ફરિયાદ નોંધી છે.  

આ પણ વાંચોઃ ચાંદખેડાની સાકાર સ્કૂલને FRC કરતાં વધુ ફી લેવી ભારે પડી, વાલીઓની ફરિયાદ બાદ DEOએ આપ્યો આ આદેશ

જણાવી દઈએ કે, પોલીસે 25,090 ની કિંમતનો મુદામાલ જપ્ત કરવા સાથે બોગસ ડોકટ૨ની અટકાયત કરી છે. કણેરી ગામ ખાતે બોગસ ડોકટર કોઈ પણ જાતની ડિગ્રી વગર ડોકટર તરીકે ખોટા નામનો દુરુપયોગ કરી બીજાની જીંદગીને જોખમમાં મુંકીને પ્રેક્ટિસ કરતો હતો.

બોગસ ડોક્ટર જે સ્થળે પ્રેક્ટિશ કરતો હતો ત્યાં શ્રી ઉમા ક્લિનિકના નામે  ડો. નિકુંજ લાડાણી (બીએચએમએસ) ભૂતપૂર્વ આયુષ મેડીકલ ઓફિસર હોવાનું બોર્ડ લાગેલું જોવા મળ્યું હતું. 

આ સમાચાર શેર કરો