Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Chandkheda's Sakar School ordered to refund fees exceeding FRC to parents

ચાંદખેડાની સાકાર સ્કૂલને FRC કરતાં વધુ ફી લેવી ભારે પડી, વાલીઓની ફરિયાદ બાદ DEOએ આપ્યો આ આદેશ

Timeછેલ્લું અપડેટ : 21 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ચાંદખેડાની સાકાર સ્કૂલને FRC કરતાં વધુ ફી લેવી ભારે પડી, વાલીઓની ફરિયાદ બાદ DEOએ આપ્યો આ આદેશ

શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી સાકાર સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં એટલે કે  ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરાયેલ ફી કરતાં વધુ ફી લેવામાં આવી હોવાનો દાવો કેટલાક વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે.જે સંદર્ભે 10 જેટલા વાલીઓ દ્વારા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના આધારે કચેરી દ્વારા તપાસ કરવામાં આવતા શાળા દ્વારા વધુ ફી લીધી હોવાની હકીકત સામે આવી છે. 

App Store

આ પણ વાંચોઃ ગુજરાતમાં દર બે મિનિટે ફેલાય છે 1 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો, કેન્સરના વધતા કેસ માટે પણ જવાબદાર!

ચાંદખેડાની સાકાર સ્કૂલ દ્વારા FRC એ નક્કી કરેલ ફી કરતા વધુ વસુલતા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે.સ્કૂલની ફી 30800 રૂપિયા હોવા છતાં સ્કૂલ દ્વારા 39000 રૂપિયા ફી વસૂલવા આવી રહી હતી જેને લઇને વાલીએ DEO ને ફરિયાદ કરી હતી. DEO દ્વારા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. સ્કૂલના પ્રિન્સિપાલને રૂબરૂ હાજર રહી ખુલાસો કરવા આદેશ કર્યો છે. 

સ્કૂલ દ્વારા ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે વાર્ષિક 8 હજાર 200 જેટલી ફી વધુ લેવામાં આવી હતી. નિયમ પ્રમાણે સ્કૂલને બે ટર્મ એટલે કે એક સાથે છ મહિનાની ફી એકસાથે લઈ શકાય છે. જેથી શાળા દ્વારા અંદાજે 2 હજાર 600 જેટલી ફી વધારે લેવામાં આવી મતલબ કે છ મહિનામાં 4,000 જેટલી ફી વધું લેવામાં આવી. ઉપરાંત ત્રીજી ટર્મની ફી પણ એડવાન્સમાં લઈ લીધી હતી. જે નિયમની વિરુદ્ધ છે. 

વાલીઓ દ્વારા DEO કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે કચેરી દ્વારા શાળાને નોટિસ આપીને રૂબરૂમાં હાજર રહી ખુલાસો કરવા માટે કહેવામાં આવ્યું છે. વાલી દ્વારા કચેરીમાં વધારે ફી લીધી હોવાના આધાર પુરાવા પણ આપ્યા હતા. સાથે જ શાળા દ્વારા હવે વધારે ફી લેવામાં આવી હોવાની કબુલાત પણ કરી લીધી છે જેથી તાત્કાલિક ધોરણે વધારાની ફી વાલીઓને પરત કરવા માટે હુકમ કરાયો છે.