Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : plastic waste is also responsible for the increasing cases of cancer gujarati news

ગુજરાતમાં દર બે મિનિટે ફેલાય છે 1 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો, કેન્સરના વધતા કેસ માટે પણ જવાબદાર!

Timeછેલ્લું અપડેટ : 20 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં દર બે મિનિટે ફેલાય છે 1 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો, કેન્સરના વધતા કેસ માટે પણ જવાબદાર!

ગુજરાતમાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ-ગંદકી મામલે રાજ્યભરમાં શું સ્થિતિ છે અને તેના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં તે અંગે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે 8 કોર્પોરેશન પાસેથી જવાબ માગ્યો હતો. સત્તાવાર આંકડા જ જોવામાં આવે તો ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટને મામલે દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ગુજરાતમાં દર બે મિનિટમાં 1 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો ફેલાય છે.

App Store

એક વર્ષમાં સૌથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ ફેલાવતા રાજ્યોમાં તમિલનાડુ મોખરે

વર્ષ 2022-23ના રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર, ગુજરાતમાં એક વર્ષમાં 2.71 લાખ ટન પ્લાસ્ટિકનો કચરો ફેલાયો હતો. આમ, પ્રતિ કલાકે સરેરાશ 31 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો ફેલાયો હોવાનું સામે આવે છે. એક વર્ષના આ સમયગાળામાં પ્લાસ્ટિકનો કચરો સૌથી વઘુ ફેલાવ્યો હોય તેવા રાજ્યોમાં તમિલનાડુ 7.82 લાખ ટન સાથે મોખરે, તેલંગાણા 5.28 લાખ ટન સાથે બીજા, દિલ્હી 4.03 લાખ સાથે ત્રીજા જ્યારે ગુજરાત છઠ્ઠા સ્થાને છે.

જાણકારોના મતે, પ્લાસ્ટિકના કચરાનો સૌથી મોટો હિસ્સો પાંચ વસ્તુઓનો છે. જેમાં સૌપ્રથમ  સ્થાન પોલિથિન બેગનું છે. આ પછી પ્લાસ્ટિકની બોટલો અને ત્યારબાદ એફએમસીજી પ્રોડક્ટનું પેકિંગ આવે છે. આ સાથે કરિયાણાની થેલીઓ અને ફૂડ રેપિંગ પણ ઘણો કચરો પેદા કરે છે. પ્લાસ્ટિકના કચરાના વધતા જતા અનેક આડઅસર દેખાઈ રહી છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં 64 ટકા બાળકોને મોબાઇલનું વળગણ, એકલવાયાં બનતાં બાળકો નિરાશામાં ભરે છે આત્મઘાતી પગલાં