મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોગસ ડોક્ટરના હબ સુરતમાંથી 3 ઝડપાયા, 60 રૂપિયામાં કરતા હતાં 'સારવાર'

સુરત બોગસ ડોક્ટરનું હબ બની ગયું છે. ડો. રશેષ ગુજરાતી બોગસ ડિગ્રીઓ આપતો હતો. જેના આધારે અસંખ્ય હાટડી

બોગસ ડોક્ટરના હબ સુરતમાંથી 3 ઝડપાયા, 60 રૂપિયામાં કરતા હતાં 'સારવાર'

સુરત બોગસ ડોક્ટરનું હબ બની ગયું છે. ડો. રશેષ ગુજરાતી બોગસ ડિગ્રીઓ આપતો હતો. જેના આધારે અસંખ્ય હાટડીઓ ખોલીને ડોક્ટર સારવાર કરતાં હતાં. ત્યારે આ પ્રકારના ડોક્ટર પાંડેસરા-સચિન તરફ વધુ ઝડપાયા છે. ત્યારે હવે હજીરામાંથી પશ્ચિમ બંગાળથી આવીને ભાડાની દુકાનમાં તબીબી ધંધો શરૂ કરનાર 3ને ઝડપી લેવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ સુરતના ડુમસમાં ‘નગર વન’ શરૂ થતાં જ થયું બંધ, છોડ કરમાઈ ગયા-પ્રવાસીઓ નિરાશ

બંગાળના રહેવાસીઓ

હજીરાના મોરા ગામમાં 3 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. જેમની પાસેથી એન્ટિબાયોટિક દવા, ઇન્જેક્શન સહિત રૂ.13519નો સામાન મળી આવ્યો છે. ત્રણેયની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. આ બોગસ ડોક્ટરોમાં લક્ષ્મણ પ્રફુલ સરકાર , ગોવિંદા પ્રોભાત હાલદાર અને રમેશ નકુલ મંડલ છે. ત્રણેય ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા હતા.

શ્રમિકોની સારવાર કરતા

આ બોગસ ડોક્ટર પાસે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો સારવાર માટે આવતાં હતાં. ખાસ કરીને શ્રમિક લોકો આવતા હતા. 30થી 60 રૂપિયા સુધીની ફી લેતા હતા.જેથી રોજની તેમને ત્યાં લાઈનો લાગતી હતી. આ પકડાયેલા ડોક્ટર સહિત અન્ય કેટલા આ પ્રકારની પ્રેક્ટિસ કરે છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો