મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: જાખેલ ગામમાંથી નકલી ડોક્ટર ઝડપાયો, દર્દીઓને તપાસીને ઈન્જેક્શન અને દવાઓ આપતો

રાજ્યમાંથી વધુ એક નકલી તબીબ ઝડપાયો છે. પાટણ જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી તબીબો

પાટણ: જાખેલ ગામમાંથી નકલી ડોક્ટર ઝડપાયો, દર્દીઓને તપાસીને ઈન્જેક્શન અને દવાઓ આપતો

રાજ્યમાંથી વધુ એક નકલી તબીબ ઝડપાયો છે. પાટણ  જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી તબીબો સામે પોલીસ સતર્ક બની છે. પાટણની SOGની ટીમે જાખેલ ગામમાંથી નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. SOGની ટીમને બાતમી મળી હતી કે જાખેલ ગામમાં એક શખ્સ ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે, આ બાતમીના આધારે SOGએ દરોડા પાડ્યા હતા.

દર્દીઓને તપાસીને ઈન્જેક્શન અને દવાઓ આપતો

દરોડા દરમ્યાન સામે આવ્યું કે દવાખાનું ચલાવનાર શખ્સ પાસે કોઈ ડિગ્રી નથી, અને મેડિકલ પ્રેક્ટિસ ચલાવે છે. સમી તાલુકાના જાખેલ ગામના રામપુરાથી લાલપુર જતા રોડ પર આવેલા એક મકાનમાં દવાખાનું ચલાવતો હતો. આ શખ્સ બીમાર દર્દીઓને તપાસીને ઈન્જેક્શન અને દવાઓ આપતો હતો.

આ પણ વાંચો: ભાવનગર: નશામાં ધૂત રીક્ષા ચાલકે ત્રણ મહિલાઓને મારી ટક્કર, અકસ્માત સર્જીને ફરાર

 ઈન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો, માસ્ક વગેરે જપ્ત કર્યું 

પોલીસે બોગસ ડોક્ટર ઇદ્રશીભાઈ સીપાઇ રહે.દુદખા તા.સમીવાળાને રંગે હાથ ઝડપી લીધો છે. તપાસ દરમ્યાન દવાખાનામાંથી ઈન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો, માસ્ક વગેરે જપ્ત કર્યું હતું. 

આ સમાચાર શેર કરો