મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ : બાળક વેચવાના કૌભાંડમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના, બાળકીનો દાટેલો મૃતદેહ ગાયબ

Patan Child Selling Scam : પાટણ જિલ્લાના રાધનપુરમાં બાળક વેચવાના કૌભાંડમાં નકલી ડોક્ટર સુરેશ

પાટણ : બાળક વેચવાના કૌભાંડમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના, બાળકીનો દાટેલો મૃતદેહ ગાયબ

Patan Child Selling Scam : પાટણ જિલ્લાના રાધનપુરમાં બાળક વેચવાના કૌભાંડમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોર, નર્સ શિલ્પા ઠાકોર અને થરાની સંસ્કાર હોસ્પિટલનો કમ્પાઉન્ડર રૂપસિંહ આ ત્રણેય આરોપીઓ 2 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર છે. આ આરોપીઓના રિમાન્ડમાં વધુ એક બાળકીનો સોદો કર્યો હોવાનું સામે આવ્યું છે. 

બાળકીનું મરણ થતા કમાલપુર બ્રિજ નીચે દાટી, ખોદકામ કરતા માત્ર મીઠું મળ્યું

રિમાન્ડ દરમિયાન નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે એક બાળકીનો સોદો કર્યો હોવાની કબૂલાત કરી હતી. જો કે આ બાળકીનું મરણ થતા સમીના દાદર નજીક કમાલપુર બ્રિજ નીચે દાટી દીધી હતી. 

આ માહિતીને આધારે FSL અને SOG ની ટીમઘટનાસ્થળે પહોંચી અને ખોદકામ કરતા માત્ર મીઠું નીકળ્યું હતું, બાળકીનો મૃતદેહ કે કોઈ અવશેષો મળ્યાં ન હતા. 

દૃશ્યમ ફિલ્મ જેવી આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આ બાળકીનો  મૃતદેહ ક્યાં ગયો? શું આરોપીઓએ આ બાળકીના દાટેલા મૃતદેહને કાઢીને કોઈ અન્ય રીતે અન્ય જગ્યાએ નિકાલ કર્યો છે?

SOGએ સ્નિફર ડોગની મદદ લીધી

નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે બતાવેલી જગ્યા પર બાળકીનો મૃતદેહ કે અવશેષો ન મળતા SOGએ સ્નિફર ડોગની મદદ લીધી છે. દાટેલી જગ્યાએથી બાળકીના મૃતદેહને કાઢીને અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યો હશે તો સ્નિફર ડોગ પકડી પાડશે. 

આ સમાચાર શેર કરો