મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજસ્થાનથી સુરત આવી રહેલા યાત્રીઓને ટ્રેનમાં કડવો અનુભવ, અરવલ્લી એક્સપ્રેસમાં સામાન ચોરી બાદ માથાકૂટ

ભારતીય રેલવે મુસાફરોની સલામતીના દાવાઓ કરે છે. ત્યારે સુરત યાત્રાળુઓ અરવલ્લી એકસપ્રેસમા

રાજસ્થાનથી સુરત આવી રહેલા યાત્રીઓને ટ્રેનમાં કડવો અનુભવ, અરવલ્લી એક્સપ્રેસમાં સામાન ચોરી બાદ માથાકૂટ

ભારતીય રેલવે મુસાફરોની સલામતીના દાવાઓ કરે છે. ત્યારે સુરત યાત્રાળુઓ અરવલ્લી એકસપ્રેસમાં રાજસ્થાનથી પરત સુરત આવી રહ્યા હતા, તે સમયે રાજસ્થાન વિસ્તારમાં આવેલ રીંગસ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાં છ યુવતી સહિત સાત યાત્રીઓનો સામાન ચોરીની ઘટના સામે આવી હતી. જેને લઈને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.જેનો એક વીડિયો સામે આવ્યો હતો.જો કે આરપીએફ જવાનો સાથે એક કલાકની માથાકૂટ બાદ આ પેસેન્જરોની ફરીયાદ નોંધવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ સુરતનો એન્જિનિયર બન્યો ડિજિટલ એરેસ્ટનો ભોગ, પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી CBIના નામે પડાવ્યા 23.50 લાખ

આરપીએફના જવાનોએ જીભાજોડી કરી

સુરતના રિશીવિહારમાં રહેતા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલ રાજેન્દ્રભાઈ ચૌધરીએ કહ્યું કે, હું રાજસ્થાન થી સુરત આવી રહ્યો હતો. 2 કોચમાં બેસેલી યુવતીઓએ અચાનક હલ્લો મચાવવાનું શરૂ કર્યું હતું.  બાદમાં ખબર પડી કે, કોચમાં બેસેલી છ યુવતીઓનો સામાન ચોરી થઈ ગયો હતો. મેં ચેક કરતાં ખબર પડી કે મારો પણ સામાન ચોરી થયેલો છે. યાત્રીઓ દ્વારા ત્યારબાદ ચેન પૂલિંગ કરી હતી. આરપીએફના જવાનોએ અમારી ફરિયાદ લેવાના બદલે અમારી સાથે જીભા જોડી પર કરી હતી. 

3 બેગ મળી

જીઆરપીના જવાન દોડી આવ્યા હતા તેમણે એકને પકડયો હતો. જેની પાસે 3 બેગ મળ્યા છે. ત્યારબાદ બે-ત્રણ વ્યક્તિના સામાન મળ્યા હતા.  અમે ત્યાં એફઆઇઆર કરી હતી. જેથી અન્ય લોકોના પણ સામાન મળી શકે. પરંતુ આ તમામ ઘટનામાં આરપીએફની કામગીરી ખૂબ જ નબળી જોવા મળી હતી. કલાક સુધી માત્ર બબાલ ચાલી હતી. 

આ સમાચાર શેર કરો