મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad પ્લેન ક્રેશ મામલે એર ઈન્ડિયાનું નિવેદન, પીડિત પરિવારોને આંશિક વળતર અપાયું

Ahmedabad Plane Crash News: પ્લેન ક્રેશ મામલે એર ઈન્ડિયાએ નિવેદન જાહેર કર્યું છે. પીડિત પરિવારોને ઇમ

Ahmedabad પ્લેન ક્રેશ મામલે એર ઈન્ડિયાનું નિવેદન, પીડિત પરિવારોને આંશિક વળતર અપાયું

Ahmedabad Plane Crash News: પ્લેન ક્રેશ મામલે એર ઈન્ડિયાએ નિવેદન જાહેર કર્યું છે. પીડિત પરિવારોને ઇમરજન્સી આર્થિક જરૂરિયાતો પૂરી કરવા વચગાળાની રાહતની 25 લાખની રકમ અપાઈ છે. પીડિત પરિવારોને રાહતની વચગાળાની 25 લાખની રકમ અપાઈ છે. અત્યાર સુધીમાં 229 મૃતક યાત્રીઓમાંથી 147 પરિવારોને વચગાળાની સહાય રકમ ચૂકવાઈ છે. દુર્ઘટના સ્થળ પર મૃત્યુ પામનાર 19 લોકોને પણ વળતર અપાયું છે.

અન્ય 52 લોકોના દસ્તાવેજની પણ ચકાસણી કરાઈ છે જેમના પરિવારને પણ ક્રમશઃ ચૂકવણી થશે. એર લાઈનના માલિક ટાટા સમુહ દ્વારા AI 171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટની રચના કરી છે. ટ્રસ્ટ દ્વારા મૃતકોના પરિવારને 1 કરોડની રકમ આપવાનો વાયદો કરાયો છે.

શું સમગ્ર ઘટના?

12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ (બોઇંગ 787-8) ટેકઓફ થયાના થોડા સમય પછી અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં એક ઇમારત સાથે અથડાઈ હતી.આ ભયાનક અકસ્માતમાં 260થી વધુ લોકોનાં મોત થયા હતા, જેમાં જમીન પર રહેલા 19 લોકોનો પણ સમાવેશ થાય છે. વિમાનમાં કુલ 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા, જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો.

આ સમાચાર શેર કરો