મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadના બાવળામાંથી ડિગ્રી વિના સારવાર કરતો ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો

Ahmedabad News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમદ

Ahmedabadના બાવળામાંથી ડિગ્રી વિના સારવાર કરતો ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો

Ahmedabad News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમદાવાદમાંથી નકલી ડોક્ટર ઝડપાયો હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં શિયાળ ગામેથી ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો ચે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગામડે ગામડે બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો પરંતુ પોલીસ ગણ્યા ગાંઠીયા જ પકડતી હોવાની રાવ ઉઠી રહી છે.

અમદાવાદ ગ્રામ્યના બાવળા, ધોળકા, સાણંદ, ધંધુકા, ધોલેરા, દસક્રોઈ તાલુકાઓમાં ગામડે ગામડે બોગસ ડોક્ટરનો રાફડો ફાટો છે. અને ગામડાઓમાં લોકોના આરોગ્ય સાથે છેડા કરી દવાખાના ખોલી લોકોને સારવાર કરી રહ્યા છે. શિયાળ ગામેથી મૂળ પશ્ચિમ બંગાળનો વાસુદેવ હરિદાસ નામ વિનાનું બોગસ દવાખાનું ચલાવી રહ્યો હતો. તેમજ લોકોને સારવાર આપી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે તેને પકડી તેની પાસેથી અલગ અલગ એલોપેથીક દવાઓ તથા મેડિકલના સાધનો મળી કુલ 21550 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. બગોદરા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો